________________
સિદ્ધ
૧૦૩
આત્મા જ્ઞાનશીલ છે, આત્મા દર્શનશીલ છે. આત્મા ચારિત્રશીલ છે. આત્મા ક્ષમાશીલ છે; આત્મા ઉપશમશીલ છે; તતશીલ એટલે તસ્વભાવવાળા છે – તન્મય છે. આમ તે તે ગુણોથી આત્મા અભિન્ન છે, આત્મા જ્ઞાનમય-દર્શનમયચારિત્રમય-ક્ષમામય-ઉપશમમય છે, તે બધું શુદ્ધ આત્માનું પરિણામ છે, પરિણતિ છે. “પરમાં રમનારા' એટલે
આપણે ક્ષમા-નમ્રતાને ખેંચી લાવવી પડે છે, કારણ કે આપણામાં ક્રોધાદિ બળાત્કારે નહિ પણ સહજ ભાવે થઈ બેઠા છે, તેથી આપણા આત્મામાં ક્રોધાદિની તદાકાર પરિણતી છે, પરિણમન છે, એટલે આ ક્રોધાદિમાં આપણે રમનારા કહેવાઇએ. ક્રોધાદિ એ પરવસ્તુ છે, પર એવા જે કર્મ તેના એ વિપાક સ્વરૂપ છે, માટે એ પરની પરિણતિવાળા આપણે પરમાં રમનારા બન્યા. ખૂબી જૂઓ, આપણે તો પર એવાં ક્રોધાદિમાં તન્મય થઈ જઈએ છીએ, જ્યારે સિદ્ધ આત્મગુણમાં રમનારા એટલે કે (૧) આત્મગુણોમાં તન્મય (૨) આત્મગુણોથી અભિન્ન, (૩) આત્મગુણ-સ્વરૂપ અને (૪) આત્મગુણમાં એકાકાર છે. શુદ્ધ આત્મગુણમાં એકાકાર તેનું નામ આતમરામ. “રામ” એટલે રમનારા.
આત્મામાં રમનારા જે નથી, પણ જડમાં રમનારા છે, તે જડરામ છે, પુદ્ગલરામ છે, તે જડ ગુણોની સાથે એકાકાર થઈ ગયા છે, દા. ત. આપણને કોઈએ દબડાવ્યા તો આપણે તેથી સવાયા શબ્દો કહીએ છીએ, એ આપણે મદરામ બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org