________________
૧૧૨
નવપદ પ્રકાશ પ્રભુની ચલુમાં નિર્વિકારતા અને કરૂણા તરવરતી જોવાની.એ જોતાં જોતાં મનને “અહો ! અહો !' થાય, અહો ! કેવી નિર્વિકાર પ્રશાંતતા ! કેવી કરૂણા આંખોમાંથી વરસી રહી છે !
સિદ્ધ ભગવાનનું ધ્યાન કરવાનું હોય તો માનસિક નજર સામે સિદ્ધશિલા પર બિરાજમાન સ્ફટિક જેવા અત્યંત નિર્મળ અને શુદ્ધ જ્ઞાનની રત્નજ્યોતિવાળા તથા અનંત સુખમાં ઝીલતા અને લેશ પણ કોઈનીય બાધાથી રહિત સર્વથા સ્વતંત્ર સિદ્ધ ભગવાન નજરમાં લાવવાનાં. મન એમના પર કેન્દ્રિત કરવાનું. એ જોતાં જોતાં મનને અહોભાવ થાય. ધ્યાનમાં અહોભાવ ને ગદગદતાઃ અરિહંત જેવા ફિરસ્તા નહિ:
આ ધ્યાન થાય એ પણ અહોભાવ અને ગદગદતા સાથે થાય. અહોભાવ એટલા માટે કે દા. ત. અરિહંત દેવના અંગે મનને એમ થાય કે “અહો ! પ્રભુ કેવા સાચા જગતુ ઉપકારી કે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને ય તારવાની કરૂણા ભાવના એમણે કરી! તેમજ દુનિયાને એકેન્દ્રિય જીવોની પણ ઓળખ કરાવી ! એમની રક્ષા કરાવનાર અને એમને અભયદાન દેવરાવનારા બને છે. જગતમાં એવા બીજા કોઈ ધર્મના ફિરસ્તા નથી કે જેમણે આટલી એકેન્દ્રિયપણાની હદ સુઘીના જીવો પર કરૂણા ભાવના વરસાવી હોય. યા જગતની પાસે ઠેઠ એકેન્દ્રિય સુધીના જીવોને અભયદાન દેવરાવતા હોય, જ્યાં આટલી સૂક્ષ્મતા એ એકેંદ્રિય પૃથ્વીકાય-અકાય વગેરેની તથા નિગોદના અનંતકાય જીવોની ઓળખ જ ન હોય, એ જીવોમાં જીવ તરીકેની ગંધ પણ ન હોય, એની ખબર જ ન હોય એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org