Book Title: Navpada Prakash Part 2
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 122
________________ સજામાંથી છોડાતા ય કર પરમાત્મા સિદ્ધ ૧૧૩ જીવોની જાતેય કરૂણા કયાંથી ચિંતવે ? અને જગતનેય કરુણા અને અભયદાન કરાવવાનું શી રીતે કરી શકે? વળી જગતના જીવોની કરુણામાં ય એ જીવોને કર્મના સકંજામાંથી છોડાવવાની કરુણા અને એ માટે સમ્યગ્દર્શન, જ્ઞાન-ચારિત્ર પમાડવાની ય કરુણા કરનાર અરિહંત સિવાય કોણ ફિરસ્તો છે ? ઓઘથી કહેવું કે – “પરમાત્મા-ઇશ્વર જગતના જીવો પર કરુણા કરાનારા છે, રહેમ રાખનારા છે, પરંતુ શી કરુણા ? કેવી કરુણા ? એનો કોઈ વિશેષ ખ્યાલ જ નહિ, એ માનેલા ઇશ્વર શી રીતે અરિહંતના અંશમાંય આવી શકે ? ઈશ્વર જગતકર્તા નથી ઉર્દુ, બીજા ઘર્મવાળા ઈશ્વરને જગતકર્તા માની ઈશ્વરનું ગૌરવ નીચે ઉતારી રહ્યા છે; કેમ કે જગતની અંતર્ગત નરકનાં સ્થાન, સાધન, શસ્ત્રો, અને નરકના સીતમ વરસાવનારા જમડાઓનાં સર્જન ઈશ્વર કરે છે. એમ માનવાનું થાય છે, એમણે આમાં ઈશ્વરને જીવો પર દયા, કરુણા કરનારો માન્યો ? પછી બચાવમાં ઈશ્વર એ જીવોને એનાં પાપનાં ફળ ભોગવી એ પાપોથી મુક્ત કરવાની દયા કરનારો કહે, એ બચાવ તો કોઈ કસાઈ કરે, કે હું પણ મરઘાં-બકરાં-બળદ વગેરેને કાપી, એમનાં પાપનાં ફળ આપીને એમને પાપથી મુક્ત કરવાની દયા જ કરું છું.” એના જેવો જ બચાવ છે. બાકી ખરેખર તો ઈશ્વર કસાઈની હરોળમાં આવી ઊભો ! અહીં કદાચ દલીલ કરે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146