________________
સિદ્ધ
૧૧૧
દર્શનમોહનીય કર્મ-સપ્તકના સર્વ ક્ષયથી થતું ક્ષાયિક સમ્યક્ત્વ, તે કાયમી-શાશ્વત્ બની ગયું, એમ સિદ્ધને આઠેય કર્મના સર્વક્ષયથી સિદ્ધતા આવી તે કાયમી.
આમ સિદ્ધ ભગવાન રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણ નાણી રે'' છે તેમનું ધ્યાન ધરવામાં આવે, તો તેમના સમાન થવાય. કહે છે
“તે ધ્યાતા નિજ આત્મા, હોય સિદ્ધ ગુણ ખાણી રે’
પ્ર૦- સિદ્ધનું ધ્યાન સસ્તું લાગે છે. સિદ્ધનું ધ્યાન કરો ને તમે સિદ્ધ થઈ ગયા, બીજી કશી પંચાત જ કરવાની રહી નહીં. વાહ !
ઉ૦- સિદ્ધનું ધ્યાન સસ્તું નથી. તેમનું જે ધ્યાન કરવાનું છે, તે રૂપાતીતનું એટલે કે અરૂપીનું ધ્યાન કરવાનું છે, એટલે એમાં અંશમાત્ર પણ રૂપીપણાનું ધ્યાન નહિ. વળી આ ધ્યાનને અભેદ પ્રણિધાન રૂપ ધ્યાનમાં લઇ જવાનું છે. ત્યારે સિદ્ધ બનાય.
ધ્યાન બે પ્રકારે :
(૧) સંભેદ પ્રણિધાન, અને (૨) અભેદ પ્રણિધાન
‘સંભેદ પ્રણિધાન'માં જેનું ધ્યાન કરવાનું હોય એને આપણી નજર સામે બહારમાં રાખી, એના પર મન એકાગ્ર કરી માત્ર એનું જ માનસિક દર્શન કરવાનું હોય છે.
દા.ત. અરિહંત ભગવાનનું ધ્યાન કરવાનું હોય તો ધ્યાનસ્થ આંખે આપણે નજર સામે અષ્ટ પ્રાતિહાર્ય સહિત અરિહંત ભગવાનને જોયા કરવાના. એમાંય ખાસ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org