________________
૧૦૮
તેઓ તો તેમના ગુણોમાં જ રમનારા છે.
દા.ત. જેમ મોટો ગજરાજ રસ્તા પરથી ચાલ્યો જતો હોય ત્યારે શેરીમાંથી નાકે આવી કૂતરા ભસતા હોય છે. તે વખતે ગજરાજ સૂંઢ વતી મારવા ન જાય, કારણ કે તે વિચારે છે. ‘આ ક્ષુદ્ર પ્રાણી છે, હું મહાન છું. મારે એને શા લેખામાં લેવો ?' કુંજર કીડીને શું ગણે ?
ક્રોધ કેમ અટકાવાય ? આપણે કોના વારસદાર ?ઃ
નવપદ પ્રકાશ
મહાન આત્માની મહાનતા એ છે કે હાથીની જેમ તેને ક્ષુદ્રની ક્ષુદ્રતા લેખામાં નથી. તેનું કાંઇ મૂલ્યાંકન ન કરે, તેથી પોતે સ્વસ્થ રહે.
આ ઉપરથી સરસ બોધ મળે છે કે આપણી સામે કે પાછળ કોઇ ગમે તે ગમે તેવું હલકું બોલે, તો ત્યાં વિચાર કરવાનો કે “તે ક્ષુદ્ર છે, હું મહાન છું. મારી પાસે ધર્મ છે, સંયમ છે, મારી પાસે મહાપુરૂષોની છાયા છે. હું ગજસુકુમાર-બંધકમુનીનો વારસદાર છું. સીતા, સુદર્શન જેવા આત્માનો વારસદાર છું. આવા મહાન આત્માના વારસદાર અને એમનું આલંબન લેનારા મારી મહાનતા એ કે ક્ષુદ્રની ક્ષુદ્રતાને લેખામાં ન લેવી. કોઇ ગમે તેવું વાંકું બોલે તેની સામે મારે ગજરાજ બની જવાનું'' પરંતુ આપણે Theoritical સૈદ્ધાન્તિક બન્યા પછી Practical આભ્યાસિક બનતા નથી. ભંગી સામે ભંગી થઇએ છીએ. ‘ભંગી બહુ ગુસ્સે થાય તો સામે ટોપલામાં રહેલ વિષ્ટા નાખે, તો તેની સામે સારા માણસથી તે ન નખાય. તે ભંગી છે, હું ભંગી નથી' આવું વિચારી આપણાથી ગુસ્સારૂપી ભંગીના ઘરના ન બનાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org