Book Title: Navpada Prakash Part 2
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 116
________________ સિદ્ધ ૧૦૭. “સિદ્ધ ભગવંતની સામે જોઉં ને અહીં મને મળતાં સન્માનથી જો હું ખુશી થાઉ તો સિદ્ધ ભગવંત પોતાના જ્ઞાનમાં મને હલકો જુએ. એ જાણે કહે છે મને,- “મૂર્ખ ! શામાં ખુશ થાય છે ? માન કરે એથી તારે પુદ્ગલની આધીનતા-પરવશતા પોષાય છે, ને તારા જ આત્માની મલિનતા વધે છે. અમારા જેવી સ્વતંત્રતા જોઈતી હોય, તો આ જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા તરફ આંખ મીંચી દે, એનું મૂલ્યાંકન ને પરવા છોડી દે, તેની કિંમત કોડીની પણ ગણી શકાતી નથી. આત્માની દ્રષ્ટિએ માનનીય કોઈ કિંમત નથી, ને અપમાનની ય કોઈ કિંમત નથી. “સિદ્ધ ભગવંત માન-અપમાન, હરખ-ખેદ, શોકઉગ...વગેરે દ્વન્દોથી પર થઈ બેઠા છે, તેથી જ સિદ્ધ ભગવંત માત્ર આત્મગુણોમાં આત્મસ્વરૂપમાં રમનારા આતમરામ છે. “માન મળ્યું તો ખુશ, અપમાન મળ્યું તો નાખુશ.” આમ થાય એ બહારની દુનીયામાં રમવાનું થાય છે, બહારના પદાર્થોના ગુણોમાં લેપાવાની થાય છે, નિર્લેપતા રહેતી નથી.સિદ્ધ ભગવંતે આ લેપાવાનું છોડી દીધું, તેથી તેઓ પૂરા સ્વસ્થ થયા.” આમ સિદ્ધ ભગવંતનું સ્મરણ કરતા રહીએ તો સહજ સમાધિ મળે. બહારના સંબંધ દૂર કર્યા એટલે હવે સંબંધ રહ્યો ફક્ત આત્માના ગુણો સાથે. કોઈ સિદ્ધ ભગવંતની નિંદા કરે, કે તેમના ગુણો ગાય તેની અસર કાંઈ તેમને ન થાય. તે તો તે નિંદક આત્માનું તેવું મલિન સ્વરૂપ ફક્ત દેખતા રહે. એનામાં રમનારા નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146