________________
૧૦૪
પરંતુ હવે સિદ્ધનું આલંબન લઇ
આતમરામ બનવાનું આત્મસ્વભાવમાં રમનારા આતમરામ બનવાનું છે.
“સિદ્ધ ભગવંત રમાપતિ છે.”
રમાપતિના બે અર્થ :
નવપદ પ્રકાશ
તેનાથી ઊલટું
ક્ષમા, નમ્રતા વગેરે
છે.
સિદ્ધ ભગવંત આતમરામ બની ગયા, એમ ‘રમાપતિ’ બન્યા છે. રમા એટલે લક્ષ્મી, તેના પતિ તે લક્ષ્મીના માલિક બન્યા. આ લક્ષ્મી એટલે કે આત્માની અનંતજ્ઞાન લક્ષ્મી-ક્ષાયિક અનંત ગુણ-લક્ષ્મી : એના માલિક બન્યા, અથવા રમાપતિ એટલે વિષ્ણુ, અને વિષ્ણુ એટલે વ્યાપક. સિદ્ધ ભગવાન કેવળજ્ઞાનથી વ્યાપક છે, ત્રિકાળ વિશ્વવ્યાપી છે. કેમ કે એમનું જ્ઞાન સર્વત્ર, સર્વ દેશકાળમાં પહોંચે છે.
આવા સિદ્ધ ભગવંત સાચા ધનાઢય છે, સાચા તવંગર છે. માટે તેમનું સ્મરણ કરો. તેવા સિદ્ધ ભગવંતને સ્મરવાથી સહજ સમાધિ મળે, સમાધિ હાથવેંતમાં પ્રાપ્ત થાય. સમાધિ એટલે ?
જેમાં મન કે આત્મા સારી રીતે સ્થાપિત થાય, સ્વસ્થ બને, તેનું નામ સમાધિ છે.પછી દુઃખ નહિ, ચિંતા નહિ, જે અવસ્થામાં ઔપાધિક હર્ષ ખેદ ન હોય.
Jain Education International
જે દુન્યવી હર્ષ ખેદ છે, તે પૌદ્દગલિક વસ્તુ અંગે હર્ષ ખેદ છે. તે બધામાં આત્માને ઝોલાં ખાવા પડે. હર્ષમાંથી ખેદમાં ને ખેદમાંથી હર્ષમાં ! એ જેને નથી તે અવસ્થા તે મનનું સ્થિર સંસ્થાપન અર્થાત્
સમાધિ
આત્માનું,
For Private & Personal Use Only
www.jainelibrary.org