________________
સિદ્ધ
૧૦૧
-
-
- -
-
- - - -
નિગોદમાંથી જેટલા જીવ મરે તે શરીરમાંથી છૂટતાં મરણાંત કષ્ટ સહન કરે, તે જ શરીરમાં બીજા જીવતા જીવો બેઠા છે. તે પણ દુઃખ અનુભવે. તેથી જેની સાથે મિલન છે, તેની સાથે દુઃખ છે. નરક કરતાં નિગોદમાં અનંતગુણ દુઃખ તે આ એક જ શરીરમાં અનંતાના મિલનના કારણે પણ છે. - સિદ્ધ થયા એટલે અનુપમ જ્યોતિ સ્વરૂપ બન્યા, આમ થવાનું કારણ એ છે કે, તેમની સમસ્ત ઉપાધિ ટળી ગઇ, તેનો અંત આવી ગયો.
“ઉપાધિ' એટલે પરના સંયોગથી ઉભી થતી વિષમતા, અસ્વસ્થતા-વિકૃતતા-વિટંબણા. જ્યારે આત્મા અસિદ્ધ અવસ્થામાં હતો અર્થાત્ સંસારીપણે હતો, ત્યારે કર્મની વિટંબણા હતી, કર્મની નાલેશી હતી.
ભગવાન મહાવીરદેવ કેવળજ્ઞાની બન્યા, છતાં ગોશાળો વિટંબણા કરી રહ્યો હતો. શું વાંક હતો ભગવાનનો ? ભગવાન તો વીતરાગ હતા, અનંત કરુણાવાળા હતા; પરંતુ કહો કે ભગવાનને બાકી રહેલ કર્મની ઉપાધિ હતી, વિટંબણા હતી, વળી પાલકપાપીની ઘાણીમાં પીલાવામાં ૫૦૦ મુનિઓ કેવળજ્ઞાન પામેલ છે, છતાં હજી જીવતા છે ને પીલાવાનું તો ચાલુ જ છે. કેમ ? બાકીનાની અશાતા-કર્મની વિટંબણા. ઊભી હતી. આવી બધી ઉપાધિ સિદ્ધ બન્યા પછી ટળી ગઈ-કર્મજ ન રહ્યાં, શરીરેય ન રહ્યું. એટલે બધી વિષમતા-વિટંબણા-અસ્વસ્થતા ગઇ. કર્મની સર્વ ઉપાધિ ગઇ એટલે આત્માને સર્વ પ્રકારની ગુલામીનો પરાધીનતાનો અંત આવી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org