________________
સિદ્ધ , ઉપમાંથી આછું આછું સમજાવી શકાય, કે –
દા.ત. જંગલના ઉજ્જડ પ્રદેશમાં કોઈ જનમ્યો હોય ને ત્યાં જ મોટો થયો હોય, પછી કોઈ તેને ઉઠાવી ગયો, ને તેને પહેલી જ વાર નગરમાં લાવ્યો, ને આખું નગર બતાવ્યું; પછી તે પાછો મૂળ સ્થાને પાછો આવ્યો. તેનાં સગાવહાલાં-મિત્રોને એ નગરમાં જઈ આવ્યાનું કહે, પેલો પૂછેઃ “કેવું હતું એ નગર ?” ત્યારે જો પેલો કહેઃ “ત્યાં આવા બંગલા હતા ! આવા બગીચા હતા! આવા મોટા રસ્તા હતા ! બજાર આવા હતા” એમ કદાચ કહે.
પણ “આવા” એટલે કેવા ?” એમ સામા પૂછે, તો તે માણસ શું જવાબ આપે ? પ્રાકૃત એટલે કે ગામડિયો માણસ નગરના ગુણોને જાણે છે ખરો, પણ તે વર્ણવી શકતો નથી; તેવી રીતે સિદ્ધના અનંત સુખ ને ગુણો કેવળજ્ઞાની જાણે છે ખરા, પણ તેને વર્ણવી શકતા નથી. એવું ત્યાં મોક્ષમાં અનંત અવ્યાબાધ સુખ અને અનંત ગુણો છે.
જેમ પેલો ગામડાનો માણસ શહેરની શોભાઓ અને સુખો વર્ણવી શકતો નથી તેમ આ મોક્ષના સાદિ અનંત ગુણો ને સુખની સ્થિતિ અવર્ણનીય છે, અપ્રતિમ અગમ્ય ગુણો છે. એવા સિદ્ધ ભગવંતને કવિ પ્રાર્થના કરે છે,–“મને ઉલ્લાસ આપો. સિદ્ધો ઉલ્લાસ આપનાર કેવી રીતે ? –
પ્ર–સિદ્ધ ભગવંત અહીં કયાં ઉલ્લાસ આપવા આવનાર છે ? ઉલ્લાસ નથી આપવા આવવાના, તો પછી પ્રાર્થના ફોગટ નથી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org