________________
૯૬
નવપદ પ્રકાશ
""
સિદ્ધ ભગવંતનું લક્ષ્ય રાખીએ તો અનેકાનેક વિકારો શાંત થાય; કારણ કે આપણા મનને એમ થાય કે સિદ્ધ ભગવંત નિર્વિકારી છે. તેમનામાં કામ નહિ, ક્રોધ નહિ, લોભ નહિ, મોહ નહિ. આપણે પણ એમના જેવા જ આત્મ દ્રવ્ય છીએ, તો આપણે શા માટે આ કામ-ક્રોધાદિ વિકારોનો ખપ કરવો ?'' આવું વિચારવાથી તે પાવ૨ નિર્વિકારતાનો મળે. તાત્પર્ય, ‘સિદ્ધ દિઓ ઉલ્લાસ' એ પ્રાર્થનાથી ઇષ્ટ-સિદ્ધ થાય છે. શ્રી લલિતવિસ્તરામાં લખ્યું છે કે ‘‘પ્રાર્થનાતઃ એવ ઇષ્ટ સિદ્ધિઃ' અર્થાત્ ‘પ્રાર્થનાથી જ ઇષ્ટ સિદ્ધ થાય' માટે પ્રાર્થનાનું શું કામ છે ? એમ અભિમાન રાખી પ્રાર્થના ન કરવામાં ઇષ્ટ સિદ્ધ ન થાય.
જ્યોતિશું જ્યોતિ મળી જસ અનુપમ વિરમી સકલ ઉપાધિ; આતમરામ રમાપતિ સમો,
તે સિદ્ધ સહજ સમાધિ રે. ભવિકા’
અર્થ :--જે સિદ્ધ થનારની અનુપમ આત્મ-જ્યોતિ પૂર્વના સિદ્ધ થયેલાની આત્મ-જ્યોતિમાં ભળી ગઈ, અને જેમને સમસ્ત ઉપાધિ યાને પરવેઠનો અંત આવ્યો, એ આત્મામાં રમણ કરનારા અને આત્મલક્ષ્મીના ધણી સિદ્ધ ભગવાનનું સ્મરણ કરો કે જે સહજ સમાધિરૂપ છે.
ભાવાર્થ : સિદ્ધ થયા એટલે સિદ્ધશિલા પર જઇ પૂર્વના સિદ્ધાત્માઓની આત્મજ્યોતિમાં જ્યોતિ મળી ગઇ.
મોક્ષમાં અનંતા કેમ સમાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org