________________
સિદ્ધ
આ કેમ બને ? એવો પ્રશ્ન થાય.
તો જેમ એક ઓરડામાં એક દીવાનો પ્રકાશ છે, ત્યાં બીજો દીવો લાવીએ તો તેનો પ્રકાશ પહેલાના પ્રકાશમાં ભળી જાય છે; એમ પૂર્વના સિદ્ધ ભગવંતોની જ્યોતિમાં નવા થયેલા સિદ્ધની આત્મ જ્યોતિ ભળી જાય, એમાં કશું અસંભવિત નથી.
હજુ દીવાની જ્યોતિ તો રૂપી છે, તોય એકની જ્યોત બીજામાં સમાઈ જાય છે. તે મૂર્તિ છે, છતાંય એકમેકમાં સમાઈ જાય છે. જ્યારે સિદ્ધ આત્મા તો અરૂપી છે, અમૂર્ત છે, તેથી જ્યોતિમાં જ્યોતિને ભળવાનો બાધ નહિ. સિદ્ધશિલા પર અનંતા સિદ્ધ રહેલા છે, તે બીજા અનંતા સિદ્ધોને સમાવે છે. પરને સ્વમાં ભાવથી ભેળવવા :
પરંતુ એક સાધુ પાસે બીજો સાધુ બેસવા જાય તો પહેલો બીજાને પોતાનામાં ભેળવી શકે નહિ. તેને તો તેની પાસે બેસવાનું રહે છે. આમ સાધુને દ્રવ્યથી પોતાનામાં ભેળવી શકાતા નથી, તોપણ ભાવથી મેળવી શકાય છે. ભાવથી ભેળવવા એટલે સાધુને પોતાનો આત્મા માનવો.
એમ માન્યા પછી એના જે સ્વાર્થ એ પોતાના સ્વાર્થ સમજી એને પૂરવાનું પહેલાં કરે ને પછી પોતાના સ્વાર્થ પૂરવાનું કરે. આમ સાધુ બીજા સાધુને પોતાનામાં દ્રવ્યથી ન ભેળવી શકવા છતાં ભાવથી ભેળવી શકે છે. જ્યારે આ પૂર્વ સિદ્ધાત્માજ્યોતિ તો નવા આવતા સિદ્ધાત્માને પોતાનામાં દ્રવ્યથી ને ભાવથી ભેળવે એ આપણને આપણામાં બીજા સાધર્મિકને ભેળવવાનું શીખવે છે. એ જ આકાશ-પ્રદેશોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org