________________
ce
સિદ્ધ
પત્ની, સંબંધ તૂટી ગયો થોડો જ માને છે ? સંસારના સંબંધેાની સ્થિતિ સાદિ સાંત છે, પછી ભલે જીવ અનુત્તર વિમાનમાં જાય; પણ પછી નીચે ઊતરવાનું જ. સાદિ અનંત સંબંધ ચારિત્રથી જ મળે :
મોક્ષે ગયેલાની સ્થિતિ સાદિ અનંત છે, કદી નીચે ઊતરવાનું નહિ. ‘‘ઉપદેશમાળા''માં કહ્યું છે કે—જો અનુત્તર વિમાનમાં દેવોનું આયુષ્ય (૩૩૦ કોટાકોટી પલ્યોપમનું) પણ છેવટે પૂરું થઇ અંત પામી, એ દેવોનેય નીચે પડવું પડે છે, તો સંસારમાં શાશ્વત્ કોને કહેવું ? પૂછો ઃ ચારિત્ર લઇ મોક્ષ પામવાની ઉત્કટ લાલસા શા માટે થાય ? કેમકે મોક્ષ થતાં
આપણો પ્રભુના ભકત તરીકેનો સંબંધ છૂટી જાય છે. જો આવો પ્રશ્ન થાય, તો તે સામે પ્રશ્ન પૂછાય કે સાદિ અનંત સ્થિતિ પામવાના ભાવ થાય છે ? જો તેનો જવાબ ‘હા' હોય તો તે માટે ચારિત્ર લેવાનું. કેમકે એક માત્ર ચારિત્રથી જ સાદિ અનંત ભાંગે માક્ષ મળે છે. ત્યાં ભકિતની પરાકાષ્ઠા છે. ભકિત એટલે ભજવું, કેટલી હદ સુધી ? તો કે આપણામાં પ્રભુ સાથે ભેદ જ ન રહે ત્યાં સુધી ભજવું. આપણે પ્રભુમય થઇ જઇએ ત્યાં સુધી ભજવું. એ ચારિત્રથી બને. પછી ચારિત્રમાં ગમે તેવાં કષ્ટો આવે, અપમાન-તિરસ્કાર-ફિટકાર થાય, પણ ચારિત્ર છોડવાનું મન કેમ ન થાય ? કારણ કે ચારિત્ર વિના પ્રભુ સાથે આવી મહાન સૌભાગ્યવંતી સાદિ અનંત સ્થિતિ પ્રાપ્ત થાય નહીં. સિદ્ધપણાની સાદિ અનંત સૌભાગ્યવંતી સ્થિતિ મળે નહીં.
ચારિત્રના માર્ગે ચઢયો એટલે મોક્ષ તરફ દોટ મૂકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org