________________
૮૮
નવપદ પ્રકાશ ભાવનરસથી, અંતે “સાદિ અનંત’ સંબંધમાં પરિણમ્યો; કેમકે રાજીમતીએ પોતાના અંતરાત્માને પ્રભુમય કરતાં પ્રભુના મહાવૈરાગ્યથી ભાવિત કરી ચારિત્ર લઈ લીધું, ને એક વર્ષમાં વિતરાગ બની એ રાજીમતી કેવળજ્ઞાન પામ્યા. - હવે પ્રભુએ વિતરાગ, ને પોતેય વિતરાગ સર્વજ્ઞ. અંતે બંનેય સિદ્ધ થતાં શાશ્વતુ સંબંધ થયો. રાજીમતી ભગવાનની પહેલાં મોક્ષે ગયા.
રાજીમતીએ દીક્ષા લીધી ત્યારે 100 વર્ષની ઉંમર હતી, ને ભગવાનની ઉંમર દીક્ષા વખતે ૩૦૦ વર્ષની હતી. પછી રાજીમતીએ ૫૦૦ વર્ષ ચારિત્ર પાળ્યું, ને તેઓ મોક્ષે ગયા. ભગવાને ૩૦૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી, ને ૭૦૦ વર્ષ ચારિત્ર પાળ્યું, પછી મોક્ષે પધાર્યા. આમ ભગવાનની પહેલાં રાજીમતી ૨૦૦ વર્ષ અગાઉ મોક્ષે ગયા.
અહીં ઉપલકથી જોતાં એમ લાગે કે
પ્ર૦–ભગવાનની પહેલા રાજીમતી મોક્ષે ગયા, તો ભગવાન સાથે તેમનો શિષ્યા તરીકેનો સંબંધ તો તૂટી ગયો. પછી સંબંધ ઊભો કયાં રહ્યો?
ઉ૦–પરંતુ અહીં ઊંડાણમાં ઊતરી જોવા જેવું છે કે તેઓ કેવળજ્ઞાનથી એમ જાણતા હતા કે મારે સિદ્ધ થયા પછી ભગવાનને પણ ત્યાં સિદ્ધશિલા પર આવવાનું છે, અને શાશ્વત્ કાલ બંનેએ “સિદ્ધ' તરીકે રહેવાનું છે. એટલે “સાદિ અનંત” ભાંગે વીતરાગ સર્વજ્ઞ તરીકે સંબંધ કાયમ રહેવાનો છે. તો આમાં ૨૦૦ વર્ષના આંતરા માત્રથી સંબંધ તૂટયો શાનો ગણાય? પતિ પરદેશ ૧૦ વર્ષ કાઢે ત્યાં દેશમાં રહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org