________________
નવપદ પ્રકાશ
એક સમયમાં ઊર્ધ્વગતિ શી રીતે એ સમજવા માટે શ્રી વિશેષાવશ્યક ભાષ્ય' શાસ્ત્રમાં આ ચાર હેતુ બતાવ્યા છે,– પૂર્વપ્રયોગ, રંગતિપરિણામ, બંધનછેદ અને ૪અસંગ. તથા એના દૃષ્ટાન્ત આ પ્રમાણે બતાવ્યા છે ઃ
(૧) પૂર્વ પ્રયોગમાં બાણગતિ યા ચાકડાની ગતિ-એ દૃષ્ટાન્ત;
(૨) ગતિપરિણામમાં અગ્નિજ્વાળા યા ધૂમાડાની ઊર્ધ્વગતિનું દૃષ્ટાન્ત;
(૩) બંધન છેદમાં એરંડાના મીંજની ઊર્ધ્વગતિનું દૃષ્ટાન્ત, અને
૭૪
(૪) અસંગમાં તળાવમાં તુંબડાની ઊર્ધ્વગતિનું દ્રષ્ટાન્ત. ૧ પૂર્વપ્રયોગ ઃ–
પૂર્વ–પ્રયોગ સમજવા માટે બાણની ગતિનું દ્રષ્ટાન્ત છે. જેવી રીતે ધનુષ્યમાંથી બાણ છૂટયું તે પહેલું તો ધનુષ્યની વાંકી પણછ (દોરી) સીધી થવાથી ગતિમાન બન્યું, પરંતુ તે ત્યાં જ પણછ વાંકીની સીધી થઇ એટલી જ જગામાં ગતિ; કિન્તુ પછી બાણ આગળ આગળ ચાલ્યું તે શાના હિસાબે ? કહેવું જ પડે કે પૂર્વ પ્રયોગના હિસાબે, વાંકા વાળેલા ધનુષ્યની વાંકી વળેલી ને અતિ કડક બનેલી દોરીનો બાણને ધક્કો એ પૂર્વ પ્રયોગ કહેવાય, બાણને એ ધક્કાના પૂર્વ પ્રયોગથી બાણમાં આગળ ગતિ થઇને એ ધારેલા નિશાને પહોંચે છે.
બસ, આ રીતે આત્માને સિદ્ધ થવામાં સર્વકર્મ-ક્ષય થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org