________________
નવપદ પ્રકાશ
જીવનકર્તવ્ય બંધનનાશ:
જંબૂઃ
જંબૂકુમારને હવે શા બંધન તોડવાના બાકી હતાં? તેમણે આઠ સ્ત્રીનાં બંધન તોડયાં; ૯૯ કરોડ સોનૈયાના બંધન તોડ્યા, માબાપના બંધન તોડ્યાં, હવેલી બાગ બગીચાના બંધન તોડયા,...બધું મૂકીને આવ્યા તો પછી બાકી બંધન હવે રહ્યું શું?
તો જવાબ મળે છે- મૂકયા તે બહારના બંધનો મૂકયા; હજુ અંદરના મમત્વના-આસક્તિના-મદ-અહંકારના બંધનો ઊભાં છે, તે તોડવાનું કામ બાકી છે તે હવે કરવાનું છે.
જંપવાળીને બેસવા જેવું નથી, જ્યાં સુધી આ બંધન છે. અરે ! એક તણખલાનો પરિગ્રહ-મમતા તે ય બંધન છે. એમ મહાવીર ભગવાન કહે છે, એવું સુધર્મા ગણધર મુનિ બનેલા જબૂને શીખવે છે.
જ્યાં સુધી આત્યંતર સંગ બેઠા છે, ત્યાં સુધી અસંગ નથી, અને અસંગ બન્યા વિના મોક્ષમાં કાયમી પ્રવેશ મળે તેમ નથી.
સંપૂર્ણ અસંગ બનો તો સિદ્ધશિલા પર કાયમી પ્રવેશ છે. ત્યાં જો સંગ રાખીને ઘુસી ગયા સૂક્ષ્મજીવ તરીકે, તો ધકેલાઈ ગયા બહાર ! માટે સિદ્ધનું સ્વરૂપ છે અસંગ.
આ જોઈને વિચારવાનું કે *જીવનનું ઊંચું લક્ષ્ય કયું? સર્વ સાધનાનું ઊંચું લક્ષ્ય શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org