________________
સિદ્ધ
અટકાવી શકાય.
સાધુ ગોચરી કરે પણ નિર્લેપ ભાવે કરે તો તે અસંગ છે. શબ્દ-વ્યવહાર કે બીજો વર્તાવ અ ંત્વ વગર કરે તો તે અસંગ છે.
ઉગ્રતા આવેશ અટકાવે ત્યાં અસંગ છે.
મૈત્રી ભાવ આદિમાં અસંગપણું :
અસંગપણાનું લક્ષ્ય વધે તો ધર્મના ચાર પાયારૂપ મૈત્રી, કરુણા, પ્રમોદ, માધ્યસ્થ, સુલભ થઇ જાય, કેમકે એનાથી વિરુદ્ધ અ-મૈત્રી વગેરે રાખવા જતાં સસંગ બનાય છે, આંતર મેલના સંગવાળા થવાય છે.
૮૩
જયાં સુધી આંતરિક વેવિરોધ, કઠોરભાવ, ઇર્ષ્યા, ને પરદોષદ્રષ્ટિ-પર ચિંતા વગેરે ઊભા છે ત્યાં સુધી સંગ છે, તો અસંગ નહિ બનાય. એ તો એની સામે મૈત્રી-પ્રમોદ વગેરે રખાય તો જ અસંગ બનાય.
પ્ર૦– વેર વિરોધ ન રાખીએ તો સામેનો દબાવી જ જાય ને ?
ઉ૦– સમજી રાખો કે ‘તમારું પુણ્ય કમ હશે ને સામેનાનું પુણ્ય પાવરફુલ હશે, તો તમે વેર રાખવા છતાં તે તમને જોડા મારશે'' એટલે અલ્પ પુછ્યાઇમાં તમે આંતરિક કષાયથી કોઇ લાભ ખાટતા નથી. માટે જીવનલક્ષ્ય આ, કે બનાય તેટલા અસંગી બનવું’, તેથી મૈત્રી વગેરે સુલભ થઇ જાય છે.
શરીર મૂર્છા ત્યાગ માટે ભાવના :
સામે સેવાનો લાભ દેખાતો હોય, છતાંય હાડકાં હરામ કરી બેસી રહે, તો તે બતાવે છે કે એને આ શરીરની ખોટી મૂર્છા-મમતાનો સંગ છે, પરંતુ એવો વિચાર આવે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org