________________
૮૪
નવપદ પ્રકાશ
‘શરીર સાચવી રાખીશ પણ સાચવ્યું રહેવાનું નથી. શરીર બેઠાડું રાખવાથી કશો લાભ નથી. એના બદલે જો અવસરોચિત સેવા આદિ બજાવીશ, તો તે લાભદાયી બનશે, ને કર્તવ્યનું પાલન થશે. ‘પરત્થકરણ' એક અનિવાર્ય કર્તવ્ય છે. મહાપુરૂષોએ જીવલેણ પ્રસંગમાં પણ શરીર પરની મૂર્છા કરી નથી. મૂર્છાનો અસંગ રાખેલ છે, તો મારે આ મામુલી કષ્ટમાં શરી૨ મૂર્છા રાખવી ? દા.ત. બંધક મુનિએ પોતાની ચામડી ઉતારતાં ને ગજસુકુમાર મુનિએ સગડી માથા પર રહેવા દેતાં ઘોર કષ્ટમાં પણ વિચાર્યું કે આ પીડા શરીરનું બગાડે છે, આત્મા તો કંચન જેવો શુદ્ધ થઇ રહ્યો છે. માટે શરીર મમતા નહિ કરવાની ! એમ સર્વ સંગ છોડયા ને વીતરાગ સર્વજ્ઞ સિદ્ધાત્મા બન્યા !
આમ ઘોર કષ્ટમાં ય મહાત્માઓએ શરીર-મમતા ન કરી, તો મારે સેવા કરવામાં તો ક્યું મહા કષ્ટ છે ? પેલા કષ્ટની અપેક્ષાએ અત્યન્ત મામુલી કષ્ટ; તો શું એટલા કષ્ટથી ય બચવા શરીર-મમતા કરવી ?
તાત્પર્ય અસંગ બનવાનું જીવનલક્ષ્ય જોઇએ. એ માટે પોતાના અસંગના મૂળ સ્વરૂપ માટે અહોભાવ અને મમતા જગાડવાની, મનને એમ થાય કે,
‘અહો ! મારા આત્માનો આ કેવો અતિ સુંદર અસંગ ભાવ ! એ અસંગ ભાવમાં પરમ સ્વાતંત્ર્ય ! અનંત સુખ !'
આમ અહોભાવ કેળવી એના પર અત્યન્ત મમતા આકિત ઊભી કરવાની કે કેમ હું જલ્દીમાં જલ્દી આ અસંગભાવને પ્રગટ કરું !'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org