________________
સિદ્ધ
૮૧
જીવનનું ને સાધનાનું ઊંચું લક્ષ્ય છેઃ બને તેટલા અસંગ થવાનું' બધી સાધના કરી, ને જોતા રહો- ‘હું વધારે સસંગ બન્યો ? કે વધારે અસંગ બન્યો ?'
દા.ત. પક્ષી પ્રતિક્રમણમાં ‘અજિત-શાંતિ' અચ્છી રીતે બોલ્યા, તેમ સરસ રીતે પ્રતિક્રમણ ભણાવ્યું, તો ભણાવ્યા પછી જો જો કે ‘વધારે અસંગ બન્યા ? કે સસંગ ?’ કોઇએ ગુણ ગાયા, ‘ભાઇએ પ્રતિક્રમણ સરસ ભણાવ્યું, અજિતશાંતિ સુંદર બોલ્યા હાઈ કલાસ,' એ સાંભળી જો ખીલ્યા તો ‘‘આ અભિમાનનો સંગ આવ્યો, ને સસંગ બન્યા. એમ જાતે ને જાતે ફૂલ્યા કે ‘મેં પ્રતિક્રમણમાં અજિતશાંતિ સારી લલકારી, તોય તે સંગ આવ્યો, કષાયનો સંગ. આ હિસાબ છે -
વધારે સસંગ, તો મોક્ષથી વધારે દૂર.
વધારે અસંગ, તો મોક્ષની વધારે નજદીક.
સિદ્ધ ભગવાન બતાવી રહ્યા છે ઃ ‘અમે સર્વથા અસંગ છીએ તો કદી ભવમાં ભમવાનું નથી. તમે ય મૂળ સ્વરૂપમાં અસંગ છો, એ મૂળ સ્વરૂપને પ્રગટ કરવા મથો. ધર્મ કર્યા પર અંદર અભિમાનની લાગણી થઇ : મેં કેવો સરસ ધર્મ કર્યો ?’ તો એ સંગ ઊભો કર્યો. તારણહાર ધર્મ કરીને તો વધારે અસંગ થવાનું હતું, એના બદલે સસંગ થયા ! કેવી દુર્દશા !
પ્રશસ્ત કષાય કોને કહેવાય ?
શંકા : આ અભિમાન પ્રશસ્ત નહિ ?
સમાધાન : પ્રશસ્ત કષાય, પ્રશસ્ત રાગ, પ્રશસ્ત દ્વેષ, પ્રશસ્ત અભિમાન તે, જે મૂળ વૈરાગ્યના પાયા પર ઊઠે, જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org