________________
સિદ્ધ
૭૯ ધકેલનારની જરૂર નહિ. એ માટીના સંગના અભાવથી અર્થાત્ અસંગથી ઊંચે આવ્યું કહેવાય. એમ જીવ કર્મ રૂપી માટીના સંગથી નીચે હતો તે કર્મ-માટીનો સંગ પૂરેપૂરો છૂટી જતાં, જીવ અસંગ થવાથી આપમેળે સહેજે ઊંચે જાય એમાં નવાઈ નથી. જીવની આ ઊર્ધ્વગતિ અસંગથી થઈ કહેવાય,
કવે મોક્ષમાં કોઈ બાહ્ય કર્મનો ને શરીરનો સંયોગ રહ્યો નથી, તેમ આભ્યન્તર રાગદ્વેષાદિ ઔદયિક ભાવોનો સંગ પણ રહ્યો નથી, તેથી સિદ્ધાત્મા અનંત નિરાબાધ એકાન્તિક સુખમાં મહાલે છે. સર્વ ઔદયિક ભાવોનો સંગ નહિ તે સિદ્ધપણું.
સાધુનો ય સંગઃ - સાધુ થયા તે સંગ મૂકીને આવ્યા, પરંતુ તે તો બાહ્ય સંગ મૂકી આવ્યા, કિન્તુ જો આભ્યન્તરમાં કામ-ક્રોધ-લોભ, મદ-માયા-અહંત્વ, રાગ-દ્વેષ-મિથ્યાત્વ...વગેરે કશાકનો પણ સંગ ઊભો રાખ્યો તો તે આત્મા પર કર્મનાં બંધન વધારનારો સંગ છે, અને સંગ છે ત્યાં સુધી સંસાર છે, પરવશતા છે, સ્વાધીનતા નથી.
ગણધર મહારાજા શ્રી સુધર્મા સ્વામીજી શ્રી સૂયગડાંગ સૂત્રની પહેલી ગાથામાં દીક્ષિત બનેલા શ્રી જંબૂકુમારને કહે છે,
“બુઝિક્સ રિ તિઉફ્રિજા બંધણું.”
હે આયુષ્યમનું જંબૂ ! જો તું તારી જાતને સમજદાર માનતો હોય કે હું સમજ પામ્યો છું, બોધ પામ્યો છું તો એક કામ કર,-બંધનને તોડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org