________________
૭૮
નવપદ પ્રકાશ
રાખેલો હોય તો એ ઊંચેનું બંધન છોડી નાખતાં કેમ ડાળી નીચે આવે છે ? ત્યાં કયાં ઊર્ધ્વગતિ પરિણામ આવ્યો ?
ઉ– અહીં ડાળીના છેડાનું સહજ સ્થાન આસપાસની બધી દિશાઓની અપેક્ષાએ ઉત્તરમાં એટલે કે ઊંચે સમજવું જોઇએ.
દા.ત. મેરુપર્વત માટે કહેવાય છે ‘સર્વેષામ્ ઉત્તરતો મેરુઃ'' ભરત ક્ષેત્રનેય મેરુ ઉત્તરમાં, ઐરવત ક્ષેત્રને પણ મેરુ ઉત્તરમાં, તેમ પૂર્વ-પશ્ચિમ મહાવિદેહને પણ મેરુ ઉત્તરમાં, કેમકે મેર કેન્દ્રમાં છે. કેન્દ્રની આસપાસની બધી દિશાઓને કેન્દ્ર ઉત્તરમાં ગણાય. એમ ડાળીના છેડાનું સહજ મૂળ સ્થાન એ કેન્દ્ર છે, એટલે હવે ડાળીને ઊંચે ખેંચી કયાંક બાંધી, તો ત્યાંથી મૂળ સ્થાન કેન્દ્ર ઉત્તરમાં એટલે કે ઊંચે જ ગણાય.
સારાંશ, બંધન છેદાઈ જતાં જીવમાં ઊર્ધ્વગતિ-પરિણામ થાય એમાં બંધન-છેદ એ જ હેતુ કહેવાય.
(૪) ‘અસંગ’ હેતુ :
મુક્ત જીવના ઊર્ધ્વગતિ-પરિણામમાં ચોથો હેતુ ‘અસંગ’ આપ્યો. એનું શાસ્ત્રમાં દ્રષ્ટાન્ત માટી લેપેલા તુંબડાનું આપ્યું છે.
દા.ત. તુંબડું બહારથી સારી રીતે માટીથી જાડું લેખું, સુકાવ્યું. હવે એ તુંબડું તળાવમાં મૂક્યું તો એ માટીના બંધનથી તળિયે જઇ બેસવાનું. પરંતુ જ્યારે પાણીથી એની માટી ક્રમસર ધોવાઇ ધોવાઈને તદ્દન સાફ થઇ ગઇ, માટીનો સંગ બિલ્કુલ નીકળી ગયો કે તરત એ તુંબડું પાણીની સપાટી પર આપ મેળે પહોંચી જવાનું. એને નીચેથી ઊંચે કોઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org