________________
સિદ્ધ
૭૭ પ્ર0- એવો ઊર્ધ્વગતિનો જ સ્વભાવ કેમ?
ઉ૦– આ પ્રશ્ન નકામો છે. સ્વભાવમાં પ્રશ્ન ન હોય કે જ્વાળાનો તેવો જ સ્વભાવ કેમ ? બીજા કોઈ પ્રેરક કારણ વિના તેવું ઊર્ધ્વગતિનું કાર્ય દેખાય છે, અને કારણ વિના કાર્ય બને નહિ, તેથી કાર્ય પરથી માનવું પડે કે ત્યાં સ્વભાવ એ જ કારણ છે. એમ અહીં કર્મમુક્ત બનનાર જીવનો ઊર્ધ્વગતિ પરિણામ પામવાનો સ્વભાવ કારણભૂત માનવો જ જોઇએ. (૩) બંધન છેદ-એરંડાનું મીંજ દ્રષ્ટાન્ત :
ઊર્ધ્વગતિ-પરિણામમાં ત્રીજો હેતુ બંધન-છેદ છે, અને એનું દ્રષ્ટાન્ત શાસ્ત્ર એરંડાના છોડમાંના એરંડાનાં મીંજનું આપ્યું છે. એરંડાના છોડ પર એનું ફળ પાકે તે એરંડાનું મીંજ કહેવાય છે. એ ડાળીના છેડા પર પાકે, કિન્તુ છેડો નીચેના કોશને લાગેલો હોય છે, ત્યાં પાકે છે. પરંતુ જ્યારે કોશ સુકાઈ જાય એટલે બંધન ન રહ્યું, તેથી હવે એ છેડો અને મીંજ ફટ કરતુંક ઊંચે જાય છે.
એમ અહીં જીવને આડે કર્મના બંધનનો છેદ થતાં જીવ ઊંચે જાય, ઊર્ધ્વગતિનો પરિણામ પામે, એ સહજ છે.
આમાં બીજું દ્રષ્ટાન્ત કોઈ પણ છોડની ડાળીનુંય લાગુ પડે.
દા. ત. ડાળીના છેડાને નીચે ખેંચી, કશાક સાથે દોરીથી બાંધી દીધો હોય પછી જ્યાં એ દોરીનું બંધન છોડી નાખવામાં આવે ત્યાં તરત જ ડાળીનો છેડો ઉપર ચાલ્યો જાય છે. એને ઉપર જવા ધકેલવી પડતી નથી. હવે પૂછો.
પ્ર0-એમ તો ડાળીના છેડાને ઊંચે કશાક સાથે બાંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org