________________
૭૨
નવપદ પ્રકાશ અહીંથી તે એક જ એટલે કે પછીના જ સમયે મોક્ષમાં પ્રાપ્ત થઈ જાય. એટલે અહીં કર્મક્ષયનો સમય ને પછીના જ સમયે ત્યાં સિદ્ધશિલા પર અવસ્થાન. વચ્ચે સમયનું આંતરું જ નહીં.
પ્ર0–એક જ સમયની ઊર્ધ્વગતિ કેમ બને? સાત રાજલોક વટાવવાની ગતિ થયા વગર લોકાન્ત–પ્રાપ્તિ કયાંથી થાય?
ઉ૦-પૂર્વે કહી આવ્યા છે કે મુક્ત થનાર આત્માનું ઊર્ધ્વગમન અસ્પૃશદ્ ગતિએ છે, અર્થાત્ વચલા સાત રાજના આકાશપ્રદેશોને સ્પર્યા વિના જ ગમન છે. આ અનંતજ્ઞાની તીર્થકર ભગવંતે જોયેલી વાત છે, એમાં અજ્ઞાની આપણાથી
આ કેમ બને ?' એમ પ્રશ્ન ન થાય. નહિતર “મુકત થયેલ જીવ અહીંજ ન રહેતાં સિદ્ધશિલા પર લોકાન્તને અડીને રહે એ પણ આપણે ક્યાં જોઈ શકીએ છીએ ? જો એ અનંત જ્ઞાનીએ પ્રત્યક્ષ દેખેલું અને કહેલું માનીએ છીએ તો આ પણ અસ્પૃશદ્ ગતિએ એક સમયની ઊર્ધ્વ પ્રાપ્તિ માનવી જ જોઈએ. આમ છતાં, અસ્પૃશદ્ગતિ સમજવા માટે યુકિત છે,
સંસારી જીવ એક ગતિમાંથી છૂટી બીજી ગતિમાં જાય છે, તે ઋજુ ગતિથી એટલે કે આકાશની સમશ્રેણિમાં એક જ સમયમાં ઊંચે કે નીચે યા સીઘો દિશામાં જાય છે. આ ગમન પણ અસ્પૃશદ્ ગતિથી જ ઘટી શકે છે, કેમકે જો વચલા આકાશપ્રદેશોમાંના દરેક પ્રદેશને એકેક સમયે સ્પર્શતો ચાલે તો તો આ ગમનમાં એને અસંખ્ય ઉત્સર્પિણી–અવસર્પિણીના વર્ષો પસાર થાય ! કેમકે સમય કરતાં આકાશપ્રદેશની અતિ સૂક્ષમતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org