________________
સિદ્ધ
૭૩
શાસ્ત્ર કહે છે.—એક અંગુષ્ઠ પ્રમાણ આકાશક્ષેત્રના પ્રદેશ માનો કે ખાલી કરવા હોય અને એકેક સૂક્ષ્માતિસૂક્ષ્મ સમય એકેક પ્રદેશ ખાલી કરતા જવાય તો –
અંગુષ્ઠ પ્રમાણ ક્ષેત્રના સમસ્ત આકાશ પ્રદેશ ખાલી કરવામાં અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીનો કાળ
પસાર થાય.
એટલે, દા.ત. અહીંથી કોઈ જીવને મરીને ઉપર દેવલોકમાં જવું છે, એ ઊંચેના આકાશપ્રદેશોમાં પહેલે સમયે પહેલો પ્રદેશ સ્પર્શે, પછી બીજા સમયે એને સંલગ્ન એની ઉપરનો બીજો પ્રદેશ સ્પર્શે, પછી ત્રીજા સમયે એનીય ઉપરનો પ્રદેશ સ્પર્શે,...તો એ રીતે ઉપર ઉપરના પ્રદેશ એકેક સમયથી સ્પર્શવા જતાં રાજલોકના આકાશપ્રદેશ એકેક સમયથી એકેક પ્રદેશ સ્પર્શીને પૂરા કરતાં અસંખ્ય ઉત્સર્પિણી—અવસર્પિણીનો કાળ જાય. પરંતુ એવું કાંઇ બનતું નથી. એ સૂચવે છે કે જીવ અશદ્ ગતિથી ઉપર જાય છે. અર્થાત્ વચ્ચેના આકાશપ્રદેશોને સ્પર્શવાની ભાંજઘડમાં પડયા વિના જ ઉપર પ્રાપ્ત થઇ જાય છે.
પ્ર–ઠીક છે, પરંતુ જીવને તો સંસારમાં ઉપર નીચે લઇ જનાર કર્મ છે, કિન્તુ મોક્ષ પામનારને તો કર્મ રહ્યા જ નથી, તો એની લોકાન્ત સુધીની ઊર્ધ્વગતિ શી રીતે ?
ઉ૦–આનો ઉત્તર ઢાળના કાવ્યમાં આપ્યો કે
(૧) પૂર્વપ્રયોગ ને (૨) ગતિ પરિણામ, (૩) બંધન છેદ, (૪) અસંગ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org