________________
વાયના
મલાડ મહા વદ ૫૦ -૨-૮૦
સિદ્ધ થાય ?
પૂજા ઢાળ “સમય પરંતર અણફરસી, ચરમ તિભાગ વિશેષ; અવગાહન લહી જે શિવ પોહોતા, સિદ્ધ નમો તે અશેષ,
રે ભવિકા.” અર્થ –સમયાંતર અને પ્રદેશાંતરને સ્પર્યા વિના તેમજ આત્માની છેલ્લા ભવની અવગાહનાનો છેલ્લો ત્રીજો ભાગ સંકોચાઈ શેષ રહે તે (અર્થાત્ ત્રીજો ભાગ સંકોચી લઈ ૨/૩ ભાગ રહે તે) અવગાહના પામી જે સિદ્ધ ભગવંતો મોક્ષમાં પહોંચી ગયા તે સમસ્ત (અશેષ) સિતોને નમસ્કાર કરું છું. સમય-પ્રદેશસ્પર્શનું આંતરું નહિ ?
જ્યાં અહીં સર્વ કર્મનો ક્ષય થયો કે પછીના જ સમયે ત્યાં મોક્ષમાં સીધા જ સિદ્ધશિલા પર બિરાજમાન ! વચ્ચે કોઈ ગતિક્રિયાનો જુદો સમય નહિ, તેમ વચ્ચેનો કોઈ પ્રદેશ સ્પર્શવાનો નહિ એટલે વચલા કોઈ આકાશપ્રદેશને સ્પર્યા વિના અસ્પૃશદ્ ગતિથી મોક્ષમાં બિરાજમાન થઈ ગયેલ.
સમયાંતરનો અહીં બીજો સમયએમ અર્થ લેવાનો નથી પણ સમયાંતર એટલે સમયનું અંતર એટલે કે આંતર એવો અર્થ લેવાનો છે. સમયાંતર એટલે સમયનું આંતરૂં યાને વચ્ચેનો સમય, તેમ પ્રદેશાંતર એટલે પ્રદેશનું આંતરું, વચ્ચેનો પ્રદેશ કોઈ છે જ નહિ. એ કેમ બને ? તો કે તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org