________________
સિદ્ધ
૫૯
થતું જાય, રંગાતું જાય, સિદ્ધપણામાં રમણતા જામે. એટલે તદ્દન શુદ્ધ આત્મસ્વરૂપથી,– ‘શુદ્ધ' એટલે રાગાદિથી નિર્મુકત શુદ્ધ જ્ઞાનમય, દેહ-ઇન્દ્રિયાદિથી રહિત, શુદ્ધ અરૂપી, દેહાદિ-ક્રિયાથી રહિત અક્રિય, સ્થિર-આત્મ-પ્રદેશી,- એવા તદ્દન શુદ્ધ આત્મસ્વરૂપથી મનને ભાવિત કર્યે જવાનું. અંતરમાં સાક્ષાત્ જેવો ભાસ થાય કે ‘હું શુદ્ધ જ્ઞાનમય, અરૂપી, અને સ્થિર આત્મ -પ્રદેશી છું.’
આ એટલા માટે જરૂરી છે કે સંસારી જીવનમાં કર્મના ઉપદ્રવો ચાલુ છે, એટલે કર્મની ઊંચાનીચી સગવડ-અગવડ પ્રતિકૂળતા-અનુકૂળતા ભોગવવી પડે છે, તે ભોગવવાની આવે ત્યારે આત્મા ઊંચો નીચો ન થાય. એ તો સમજે કે ‘આ કશું મારું નથી, હું તો શુદ્ધ જ્ઞાનમય, અરૂપી, અક્રિય, સ્થિર સિદ્ધ આત્મા છું.' આના બદલે દા.ત. પૈસા અને સન્માન બિલ્કુલ આત્માની ચીજ નહિ છતાં જો ગૃહસ્થને પૈસા સાચ લાગે, અને સાધુને સન્માન સારું લાગે, તો તે સારામાં પોતાનો ઉદય-ઉત્કર્ષ લાગવાનો, તેથી અતિહર્ષ થવાનો, તેમાં આસક્તિ થવાની, ને તેનું અભિમાન થવાનું. આમાં પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનું સરાસર વિસ્મરણ રહેવાનું, ને તેમાં અંતે ભવસમુદ્રમાં ખોવાઇ જવાનું જ થાય.
આમાં શો સાર નીકળ્યો ? દુન્યવી સારૂં મળ્યું એટલે ખુશી ખુશી ! તેના પર મોહ ને મમતા લાગી જ સમજો ને ઉપર છાતી ફૂલવાની – ‘ફાવ્યો !' આવું બધું ન થાય તે માટે નિરંજન-નિરાકાર સિદ્ધ ભગવાનને નજર સામે ને નજર સામે રાખવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org