________________
૫૮
નવપદપ્રકાશ એ સિદ્ધ ભગવાન કેવા છે? તો કે “મુનિરાજ માનસ હંસ સમવડ છે.”
જે ઉત્તમ મુનિઓ છે, તે મુનિઓના મનને સરોવર કહીએ, તો તેમાં સિદ્ધ ભગવાન હંસ સમાન છે, તે પણ “વડ હંસ સમાન,” ઉત્તમ રાજહંસ સમાન સિદ્ધ ભગવાન મુનિઓના મનસરોવરમાં છે.
સિદ્ધ ભગવાન ઉત્તમ રાજહંસ સમાન છે, એનો અર્થ એ થયો કે મુનિઓએ પોતાના મનને નિર્મળ સરોવર બનાવવું હોય તો સિદ્ધ રૂપી રાજહંસને પોતાના મનમાં રમતા રાખવા જોઈએ; તો મન ઉત્તમ બને, મુનિપણું ઉત્તમ બને, ઉત્તમ મુનિપણું આ રીતે આવે છે. તો પૂછોઃ “મનમાં સિદ્ધ ભગવાન રમ્યા કરે એટલે ? સિદ્ધ ભગવાનનું ચિંતન રહ્યા કરે; સિદ્ધપણાથી આત્માને ભાવિત કરવાનું ચાલ્યા કરે. ચિંતન કરીએ એમાં મન એથી રંગી નાખવાનું કામ ચાલુ રહે. ત્યારે જ રમણતા આવે.
દા. ત. પૈસાનો લોભી હોય તો તેના મનમાં રાત-દિવસ પૈસાનું ચિંતન ચાલે છે. એ ચિંતન એના મનને પૈસાના રંગથી રંગતું જાય છે, તે એટલું બધું કે મનને એની રમણતા થઇ મને એમાં રમ્યા કરે છે; તેમ રાત-દિવસ સિદ્ધ ભગવાનને રમતા કરવા છે, તો તે માટે સિદ્ધ ભગવાનનું ચિંતન કર્યા કરવાનું, ભાવન કર્યા કરવાનું..
ચિંતન ભાવનરૂપ બનાવો: ઉત્તમ મુનિ તે જ છે કે જેમના મનમાં સિદ્ધ ભગવાનનું ચિંતન રહ્યા કરે; ચિંતન પણ એવું કે મન સિદ્ધપણાથી ભાવિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org