________________
૬૪
નવપદ પ્રકાશ
-
-
-
શુદ્ધ જ્ઞાન છે, તેમાં રાગાદિ-કલંક-કલુષિતતા નથી, એ રીતે સમજીને તેમને કરેલ નમસ્કાર મનને આત્માના શુદ્ધ સ્વભાવનું મહત્ત્વ લગાડે; એના સંસ્કાર પડયા કરે; ને તે પર પછી પોતાના શુદ્ધ સ્વભાવની મમતા જગાડે, એટલે ચિંતન–ભાવનથી શુદ્ધ સ્વભાવનું અનુભવ જ્ઞાન વગેરે માટે પછી પુરુષાર્થ થાય.
સારાંશ, આત્માનો શુદ્ધ સ્વભાવ જાગ્રત કરવો છે, માટે સિદ્ધના શુદ્ધ સ્વભાવને આબેહુબ સ્વરૂપે નજર સામે વારંવાર લાવવો જોઇએ. એ માટે સિદ્ધ ભગવંતોને વારંવાર નમસ્કાર કરવાનો છે. શુદ્ધ સાધના માટે (૧) અહોભાવ અને (૨) મમતાઃ
શુદ્ધ સ્વભાવની સાધના માટે બે તત્ત્વો આવશ્યક છે. (૧) એનું અનન્ય મહત્ત્વ આંકી અહોભાવવાળી દૃષ્ટિ; અને (૨) મમતા.
(૧) પહેલામાં એવો અહોભાવ થાય કે “આ સિદ્ધ ભગવાન ! આવા સિદ્ધ ભગવાન ! ઓહ! આ શાંતિનાથ ! ભારે ચક્રવર્તીપણાનો ઠાઠ છોડી સિદ્ધ બનવા નીકળી પડયા છે? વાહ ! વાહ !” એમ ““અહો અહો ! આવા અનંત અનંત ગુણોથી ભરેલા અને કર્મની બેડીથી તદન મૂકાયેલા સિદ્ધ ભગવાન ! વાહ વાહ ! ધન્ય આત્મા !”
(૨) બીજામાં એવી મમતા થાય કે “ મારા સિદ્ધ ભગવાન ! મને પ્રેરણા આપનાર, સાધનામાં બળ પૂરનાર, મારા પરમ ઉપકારી !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org