________________
૬૨
નવપદ પ્રકાશ આલંબનરૂપ સિદ્ધ ભગવાનને મળે. આટલો પાવર સિદ્ધ ભગવાનનો છે. કેમકે એમનામાં આપણું અવિકૃત સ્વરૂપ દેખાય છે તો જ દુન્યવી સંયોગ-વિયોગોમાં રાગ-દ્વેષથી વિકૃત નહિ બનવા આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. એટલે વિકૃત ન બનવામાં મુખ્ય આધાર-મુખ્ય અસાધારણ કારણ સિદ્ધ બન્યા.
તમારા મનમાં નિર્વિકાર સિદ્ધ ભગવાનને રમતા રાખો ને પછી જોઇ લો એની મજા ! સિદ્ધ ભગવાનની નિર્વિકારતાનો અંશે સ્વાદ આવશે, ને જીવન ધન્ય બની ગયું લાગશે ! દિવસની ૧૪૪૦ મિનિટમાં ૧૦ મિનિટ પણ કોઇ તેવો પ્રસંગ કલ્પીને ‘“એની વચમાં પણ હું આવો સિદ્ધ છું'' એવું મનમાં લાવીએ, તો એનો એટલો પાવર છે, કે અવસરે કર્મના મોટા ઝંઝાવાતોમાં આત્માને અવિકૃત નિર્વિકાર રાખવા બળ મળે. તો પૂછો :
પ્રભાવ ચિંતનનો ? કે નવકારનો ?
પ્ર૦–આમાં પાવર સિદ્ધ ભગવાનનો છે કે આપણા ચિંતનનો ?
ઉ –પાવર સિદ્ધ ભગવાનનો છે. ચિંતનમાં બીજું ત્રીજું લાવીએ તો કાંઇ એની આ તાકાત નથી; એ તો ચિંતનમાં ફકત તે સિદ્ધ ભગવાન લાવીએ તો જ આ બને.
નવકાર ગણીએ ત્યાં પ્રભાવ કોનો ? ચિંતનનો કે નવકાર મંત્રનો ?
પ્રભાવ ચિંતનનો નહીં, પ્રભાવ નવકારનો કહેવાય. એ જ બોલીએ છીએ એસો પંચ નમુક્કારો સવ્વ પાવપ્પણાસણો’’ સર્વ પાપનો પ્રણાશક કોણ ? તો કે આ પાંચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org