________________
૪૨.
નવપદપ્રકાશ ઉ૦ - ક્ષમાગુણ અનંતા એ રીતે, કે એકેક દ્રવ્યની અપેક્ષાએ ક્ષમા અલગ અલગ છે. કેમકે જો ક્રોધ હોત તો દ્રવ્ય દ્રવ્ય ક્રોધ જુદો જુદો હોત, માટે તો કેટલીક વાર એકના પર ગુસ્સો હોવા છતાં બીજાની ઉપર ગુસ્સો નથી હોતો. એ સૂચવે છે કે જો બે જણ પર ગુસ્સો હોય તો તે દરેક પર ગુસ્સો જુદો જુદો છે. એટલે તો એ બે માંથી એક જણ માફી માગતો આવે તો એના પરથી ગુસ્સો ઊતરી જાય છે, છતાં બીજાની ઉપર ગુસ્સો જુદો જુદો, તો દ્રવ્ય દ્રવ્ય એનો અભાવ અર્થાત્ ક્ષમા પણ જુદી જુદી. અનંતા દ્રવ્યોના હિસાબે અનંતા ક્ષમા-ગુણ થયા; ક્ષમા દ્રવ્યથી અનંતાની સંખ્યામાં આવી.
એમ દ્રવ્યથી નમ્રતા-ગુણ અનંતા થાય. જો અહંકાર હોય તો એકેક જીવ સામે અલગ અલગ અહંકાર. એમ જો અહંકાર દ્રવ્યથી અનંત પ્રત્યે, તો નમ્રતા પણ દ્રવ્યથી અનંતા પ્રત્યે. એ અલગ અલગ એટલે અનંતા નમ્રતા-ગુણ થયા.
- વીતરાગતા ગુણ અનંતા
એમ દ્રવ્યથી વીતરાગતા ગુણ પણ અનંતા; કેમકે જો રાગ હોત તો તે દ્રવ્ય દ્રવ્ય જુદો, એટલે અનંતા દ્રવ્યોના હિસાબે અનંતા રાગ દ્વેષ થયા. અરે એકેક દ્રવ્યમાં પણ એના અંશ લાખો, દા.ત. એક કપડાં-એક ધોતી કે સાડીમાં પુમ લાખો, એ પુમે પુમે રાગ જુદો જુદો; માટે તો માત્ર એક પુમ પર ડાઘ પડે તોય તે મનને ખૂંચે છે. ડાઘવાળી પુમ પર રાગ ઊઠીને દ્વેષ થાય છે. અલબતુ બાકીની લાખો પુમ એમ જ ઊજળી બાસ્તા જેવી ઊભી છે, છતાં આ એક બગડેલી પુમ પર દ્વેષ થાય છે, એ જોતાં નક્કી થાય છે કે પુમે પુમે રાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org