________________
૪૮
નવપદ પ્રકાશ
પિતળરૂપે નથી. આમ કંઠી છે અને નથી; અર્થાત્ સત્ અને અસત્ બંને છે. સોનું સ્વદ્રવ્ય છે, પિતળ પરદ્રવ્ય છે; તો કંઠી સ્વદ્રવ્યથી સત્ પણ પિતળ વગેરે પરદ્રવ્યથી સત્ નહિ. એમ સોનું પણ પોતાનું સોનું, પરનું સોનું નહિ, એટલે કંઠી પોતાના સોના રૂપે છે, કિન્તુ કડા વગેરેના સોના રૂપે નહિ, તાત્પર્ય, કંઠી સ્વદ્રવ્યથી સત્ અને પર દ્રવ્યથી અસત્ છે.
એવી રીતે કંઠી જમીન પર પડી છે, કિન્તુ ટેબલ પર નહિ. એમાં સ્વક્ષેત્ર જમીન એટલે સ્વક્ષેત્રથી સપ્. ટેબલ વગેરે પરક્ષેત્રથી અસત્. એમ સ્વકાળથી સત્, પરકાળથી અસત્. દા.ત. સં. ૨૦૩૬માં કંઠી છે, તો આ કાળથી કંઠી સત્, પણ ૨૦૩૫માં નહોતી એટલે એ કાળથી અસત્. એમ સ્વ-ભાવથી સત્; દા.ત. કંઠી ૧ તોલાની છે, ૨ તોલાની નહિ; અથવા પ્રાચીન ઘાટની છે, અર્વાચીન ઘાટની નહિ; કંઠીનું વજન ઘાટ-ચળકાટ-માલિકી વગેરે એ કંઠીના ભાવ છે, ગુણ-ધર્મ છે. પોતાના ભાવથી એ સત્ કહેવાય, પણ પરભાવથી સત્ નિહ, અસત્ કહેવાય.
અહીં પ્રશ્ન થાય,
પ્રવ
પણ આમાં કંઠી કેમ અસત્ ? કંઠીમાં ‘૨ તોલા વજન નથી,' ‘આધુનિક ઘાટ નથી,' એ તો એ બધાં ગુણ-ધર્મનો યાને ભાવનો નિષેધ થયો, એ ભાવો અહીં કંઠીમાં અસત્ થયા. એમાં ભાવોનો નિષેધ છે.પણ કંઠીનો કયાં નિષેધ છે ? તો કંઠી શાની અસત્ બને ?
ww
ઉ૦ - કંઠીનો નિષેધ આ રીતે છે; કંઠી ૧ તોલાની છે. ત્યાં પૂછાય છે કે ‘૧ તોલાની કોણ ?’ તો કે ‘કંઠી', એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org