________________
૪૬
નવપદ પ્રકાશ એમ ક્ષમા ગુણ તે તે કાળે એના અલગ અલગ વિષયને લઈને જુદો જુદો. એ હિસાબે અનંત કાળમાંના અનંતા ક્ષમા-ગુણ; અથવા કેવળજ્ઞાનના કે ક્ષમાના વિષય તરીકે અનંતકાળ લઈને કાળથી કેવળજ્ઞાન અને ક્ષમા અનંતા કહી શકાય.
(૪) ભાવથી સિદ્ધના ગુણ અનંત સિદ્ધ ભગવાનમાં ભાવથી પણ અનંત ગુણ છે.દા.ત. કેવળજ્ઞાનગુણના વિષયભૂત અનંતા દ્રવ્યોના ભાવ છે. ભાવ એટલે પર્યાય, પરિણામ, પારિણામિક ભાવ, અર્થાત્ વસ્તુના તેવા તેવા પરિણામ. ઘડો હમણાં કુંભારની માલિકીનો છે, તે એણે ઘરાકને વેચ્યો, એટલે હવે એ ઘડા પર બીજાની માલિકીનો પરિણામ આવ્યો. ઘડામાં પાણી ભરતા હતા, ત્યાં સુધી “આ પાણીનો ઘડો' કહેવાતો. એમ એનામાં એ તરીકેનો પરિણામ હતો. પરંતુ હવે એ રીઢો થઈ જવાથી એમાં પાણી ઠરતું નથી, તેથી એને તેલ ભરવાનો ઘડો બનાવ્યો, તો હવે એનામાં “તેલનો ઘડો” એ તરીકેનો પરિણામ ઊભો થયો.
આમ વસ્તુ-વસ્તુમાં અનંતા પરિણામ એ કેવળજ્ઞાન જાણે. એમાં દરેક પરિણામમાં શેય-પરિણતિ જુદી જુદી, માટે કેવળજ્ઞાનમાં જ્ઞાયક-પરિણતિ જુદી જુદી. એ હિસાબે અનંત કેવળજ્ઞાન થયા, આ પરિણતિ પરિણામ એ દ્રવ્યના ભાવ છે, એ અનંત છે, માટે ભાવથી કેવળજ્ઞાન ગુણ અનંતા.
ભાવથી ગુસ્સા અનંત : ક્ષમા અનંત ભાવથી ક્ષમા ગુણ પણ અનંતા એ રીતે કે,-વસ્તુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org