________________
સિદ્ધ
૪૫
ગુસ્સાના પરિવર્તિત ક્ષેત્ર અનંતા થયા.
પ્ર) - ક્ષેત્ર આકાશ તો એનું એ જ છે, પછી અનંત શી રીતે ?
ઉ૦ - નગર હતું ત્યાં નગરાકાશ. પછી એ વન થયું, ત્યાં વનાકાશ બન્યું. આવાં આકાશ-અવગાહિત દ્રવ્યોનાં અનંત પરિવર્તન, એથી આકાશ ભાગમાં પણ અનંત પરિવર્તન, એથી આકાશ પર્યાય અનંતા. દ્રવ્ય એ જ પર્યાય, એ દ્રષ્ટિએ આકાશ અનંત. ગુસ્સાના ક્ષેત્ર અનંત. એથી ઉલટું આત્મા સિદ્ધ ભગવાન થયો, હવે એમને એકલી ક્ષમા જ છે, અનંતા કાળના હિસાબે અનંતા પરિવર્તન-ક્ષેત્રને લઈને ક્ષમા અનંત બની. માટે ક્ષમા-ગુણ અનંતા થયા.
જ્ઞાન-ગુણ પણ આમ ક્ષેત્રથી અનંત બને, કેમકે જ્ઞાનથી અનંત ક્ષેત્રને જાણે. હવે
(૩) સ્વકાળથી સિદ્ધમાં અનંત ગુણ. સિદ્ધ ભગવાનમાં કાળથી પણ અનંતા ગુણ છે. એ સમજવું સહેલું છે, કેમકે કાળ અનંત છે, તે તે કાળે પ્રગટ ગુણ અલગ અલગ છે. દા.ત. કેવળજ્ઞાન આ સમયનું જુદું, ને પછીના સમયનું જુદું; કેમકે આ સમયે એને પ્રત્યક્ષ હાજર વિષયો જુદા, અને ક્ષણ પછીના કેવળજ્ઞાનના તે ક્ષણે પ્રત્યક્ષ હાજર વિષય જુદા. તેથી એ ક્ષણની કેવળજ્ઞાન વ્યક્તિ જુદી. અનંતકાળે એવી અનંત કેવળજ્ઞાન વ્યકિત થાય, તેથી કાળથી કેવળજ્ઞાન અનંતા કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org