________________
સિદ્ધ
૪૩ જુદો. મતલબ, અનંતા રાગ થયા. ત્યારે, એ જેને તદ્દન ન હોય એને વીતરાગતા પણ અનંતા.
આમ જોતાં સિદ્ધ ભગવાને દ્રવ્યથી એકેક ક્ષમા-નમ્રતા-વીતરાગતા... વગેરે ગુણ અનંતા પ્રગટ કર્યા છે.
પ્ર0 - કેવળજ્ઞાન ગુણ તો એક જ છે, એ અનંતા કેવી રીતે ?
ઉ0- દ્રવ્યથી એ પણ અનંતાની સંખ્યામાં છે; કેમકે જેમ ક્ષમા અનંત જીવને આશ્રીને અનંત થાય છે, એમ કેવળજ્ઞાન પણ અનંત થાય છે, અને દરેક શેયની અપેક્ષાએ કેવળજ્ઞાનનો અલગ અલગ જ્ઞાયક-પરિણામ શેય અનંત છે, એ દ્રષ્ટિએ કહેવાય કે અનંતા કેવળજ્ઞાન પરિણામ છે. મતલબ, દ્રવ્યથી કેવળજ્ઞાન અનંત છે.
(૨) સ્વક્ષેત્રથી સિદ્ધમાં અનંત ગુણ હવે સિદ્ધ ભગવાને “સ્વક્ષેત્ર અનંતાગુણ કેવી રીતે આદર્યા એ જોઈએ, દા.ત. એ જ ક્ષમાગુણ ક્ષેત્રથી તે તે ક્ષેત્રે રહ્યો અલગ અલગ ગણાય, એટલે ક્ષમાગુણ ક્ષેત્રથી અનંતા કહેવાય, અલબત્ અહીં પ્રશ્ન થાય,
પ્ર0 - દ્રવ્યો તો અનંતા હતા, એ હિસાબે દ્રવ્યથી તો ક્ષમાગુણ અનંતા બન્યા; પરંતુ ક્ષેત્ર તો લોકાકાશમાં અનંત નહિ અસંખ્યાત જોજનનું ને અસંખ્યાત આકાશ પ્રદેશોનું જ છે, તો ક્ષમા ક્ષેત્રથી અનંતી શી રીતે થવાની?
ઉ૦ - અહીં જુઓ, ક્ષમાના અનંત ક્ષેત્રની ઘટના બે રીતે થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org