________________
સિદ્ધ
૪૧
પછી જ્યારે ‘બુલ્ઝ બુઝ્ઝ, ચંડકોશિયાં !' એવાં વીર પ્રભુના મધુર વચનથી ચંડકોશિક ક્ષમામાં આવી ગયો, તો હવે ક્ષમાનું દ્રવ્યપ્રમાણ કેટલું બધું વિસ્તર્યું ? ગુસ્સામાં તો પેલા સ્ત્રી પુરુષ વગેરેએ એનું કશું બગાડયું નહોતું, તો ય એમના ૫૨ ગુસ્સો હતો, ત્યારે અહીં તો કીડીઓ એના શરીરની અંદરના અણુ-અણુને કોચી, કરડી કાતિલ વેદના આપી રહી હતી ! એવી હજારો કીડીઓ ક્ષમાનું દ્રવ્ય બની. એમના પર પણ ક્ષમા જ રાખેલી.
સિદ્ધમાં ક્ષમા અનંત કેવી રીતે ?
આ તો સક્રિયતાની દ્રષ્ટિએ ક્ષમા કીડીઓ ૫૨; બાકી ઓઘથી કોઇ પોતાને કચરી પીસી નાખવા આવે એના પર પણ ક્ષમા જ નક્કી કરેલી. એટલે ક્ષમાગુણ દ્રવ્યથી અનંત જીવ અને જડ માત્ર પર પ્રસરેલો !
આ દ્રષ્ટાન્ત પરથી સમજાશે કે સિદ્ધ ભગવાનને કેવી રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અનંત ગુણ આદરેલા છે.
દા. ત. એ ક્ષમાગુણ દ્રવ્યથી અનંતની સંખ્યામાં આદર્યો; કેમકે જો ક્રોધ દ્વેષ હોત તો તે અનંતા દ્રવ્યો પર સંભવિત હોત, તો ક્રોધનો અભાવ પણ એ બધા અનંતા પર, ક્ષમા એ બધા અનંતા પર પ્રસરી.
સિદ્ધમાં એકેક ગુણ અનંતા કેવી રીતે ?
૫૦ ભલે અનંતા દ્રવ્ય પર ક્ષમા-ગુણ તો માત્ર એકનીજ સંખ્યામાં ને ? એક જ ક્ષમા ગુણ થયો, અનંતા ક્ષમા-ગુણ ક્યાં આવ્યો ?
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org