________________
સિદ્ધ
૩૯ તાપસપણે કુલપતિ થયેલો, ફળોની વાડીવાળો આશ્રમ હતો. પાંચસો તાપસ એની નિશ્રામાં હતા. તાપસી તપના પારણે વાડીમાંથી જ્યાં ફળ તોડી ખાવા ગયા ત્યાં આણે ગુસ્સાથી ધમધમાવી નાખ્યા “તમારા બાપનો માલ છે ? મફતીયું ખાવું છે. ? તપાસ થયા ભિક્ષા માંગવા જતાં શું થાય છે ? ટાંટિયાં ભાંગી ગયાં છે. ? ....એ ગુસ્સામાં ધીમે ધીમે તાપસી આશ્રમ છોડી ભાગતા ગયા, તે પાંચસોએ ભાગી ગયા ! બોલો, ગુસ્સાનું દ્રવ્ય કેટલું? ૫૦૦ તાપસો. દ્રવ્યથી ગુસ્સો કેટલો વધ્યો ? ૫૦૦ તાપસ પર ગુસ્સો એટલે પૂર્વે એક જ સાધુ પર હતો તે હવે પ00 ઉપર પહોંચ્યો, એ સરવાળો થયો કે ગુણાકાર ?
પછી એકવાર કોઈક રાજકુમારો આશ્રમ પાસેથી પસાર થતાં ફળો લચતાં જોઇ તોડી ખાવા લાગ્યા. પેલાએ ઝુંપડીમાંથી જોયું. ક્રોધે ભરાયો, ફરસી ઉપાડી મારવા દોડયો, રાજકુમાર ભાગવા લાગ્યા એટલે છુટ્ટી ફરસી એમને લોહીલુહાણ કરવા ફેંકી. હવે આ ગુસ્સાને દ્રવ્યાદિથી વિચારીએ.
ગુસ્સાનું દ્રવ્ય અનેક રાજકુમારો, ગુસ્સાનું ક્ષેત્ર વાડી આશ્રમ, ગુસ્સાનો કાળ વાડીમાં ફળો છે, ને પોતે માલિક છે ત્યાં સુધીનો; તથા ગુસ્સાનો ભાવ સામાને લોહીલુહાણ કરવાનો. સાધુના ભવના ગુસ્સાના દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ કરતાં આ ભવના ગુસ્સાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવમાં કેટલો વધારો? સરવાળો નહિ, ગુણાકાર.
તાપસ કરીને ત્યાં જ ચંડકૌશિક સાપ થયો. કેવો ? ભયંકર દ્રષ્ટિવિષ સર્પ ! સૂર્ય સામે એકવાર જોઈને પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org