________________
સિદ્ધ
૫૧ ઉદય પામે છે. એ રાગાદિ ભાવ પૂર્વના કર્મના ઉદયથી ઊઠેલા, એ કર્મ ચોટેલા તે ત્યાંના રાગાદિ ભાવને લીધે. એ ભાવ એની પૂર્વના કર્મને લઈને ઊઠેલા. એમ અનાદિ પરંપરા ચાલી આવે છે. ત્યારે એમ કહેતા નહિ કે -
કર્મ-રાગાદિની અનાદિ પરંપરાનો અંત કેમ? પ્ર0 - એમ તો પછી આ કર્મ અને રાગાદિની પરંપરાનો ભવિષ્યમાં કદી અંત જ ન આવે. કેમકે અહીં રાગાદિ ભાવથી નવાં રાગ મોહનીય કર્મ ચોંટવાના, અને એ કર્મના ઉદયથી ભવિષ્યમાં રાગાદિ ભારે જાગવાના. એથી વળી નવાં કર્મ અને એનાથી આગળ પણ રાગાદિ ભાવ... આમ અંત જ શાનો આવે ? ને એ વિના મોક્ષ પણ શાનો જ થાય ? સોપાધિક મામલો અનાદિ કાળથી ચાલ્યો આવે છે તે શાશ્વત કાળ ચાલ્યા કરવાનો !
ઉ0 - રાગાદિથી કર્મ બંધાય છે, એ વાત સાચી; પરંતુ એને જેવા અનુકૂળ વિચાર-વાણી-વર્તાવ પુરુષાર્થનો સહારો મળે તે પ્રમાણે કર્મ બંધાય છે. વિચારણા ઉગ્ર કોટિની હોય તો ઉઝ કોટિના કર્મ બંધાય; મંદ કોટિની હોય તો મંદ કોટિનાં કર્મ બંધાય. વિવેકથી વિચારણા કરતા જો રાગાદિને પ્રતિકૂળ હોય તો એ રાગાદિ નિષ્ફળ જાય; અર્થાત્ તેવાં કર્મ ન બંધાવે. વિચારણાના પુરુષાર્થ પર કર્મબંધનો મોટો આધાર છે.
પૈસા પર રાગને અનુકૂળ વિચારણા - દા.ત. પૈસા સારા કમાયા ને અંતરમાં પૈસા પર રાગ ઊઠયો; હવે જો એના પર એને અનુકુળ ઉગ્ર વિચારણા ચાલે દા.ત. “બસ, શું પૈસા મળ્યા છે, કમાલ થઈ ગઈ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org