________________
સિદ્ધ
૫૫ ઉ૦આ કોની અવસ્થાઓ છે? ગુણની નહિં પણ વસ્તુ ઘડાની, કેમકે ગુણ એ દ્રવ્યના આશરા વિના સ્વતંત્ર રહેનારી ચીજ નથી. ઘડો પોતે જ કાળો છે, ઘેરો કાળો છે, ઝાંખો કાળો, વગેરે ઘડો પોતેજ છે. માટે એ બધી પોતાની જ એટલે કે દ્રવ્યની જ અવસ્થાઓ કહેવાય. કાળાશ ઊભી રહીને નહિ, પણ ઘડો ઊભો રહીને એમાં અનેક પ્રકારની કાળાશ ફરે છે, સર્વથા કાળાશ જઈને લાલાશ પણ આવે છે.
જે ફરે તે પર્યાય; જે ઊભું રહે તે દ્રવ્ય. ગુણ એ પર્યાય જ છે. પર્યાયથી જુદી વસ્તુ નથી” એનું આ પણ એક કારણ છે કે શ્રી જિનશાસનમાં નય બે જ પ્રકારના કહ્યા છે. (૧) “દ્રવ્યાર્થિક નય', અને (૨) “પર્યાયાર્થિક નય.” જો ગુણ સ્વતંત્ર વસ્તુ હોત તો “ગુણાર્થિક નય” એવો પણ ત્રીજો નય-પ્રકાર પાડ્યો હોત. પણ એ નથી પાડયો એ સૂચવે છે કે ગુણ એ પર્યાય જ છે.
નય એ વસ્તુને જોવાની દૃષ્ટિ છે. દ્રવ્યાર્થિક નય એટલે દ્રવ્ય-દૂષ્ટિથી જોનાર જ્ઞાન. પર્યાયાર્થિક નય એટલે પર્યાય-દૃષ્ટિથી જોનાર જ્ઞાન. રાજાના બે બાળક સોનાના હાથીએ રમતા હતા. એમાં એકવાર એક બાળક બહાર હતું. બીજું રાજાની પાસે જઈને આગ્રહ કરે છે “મારે હાથી નહિ, ઘોડો જોઈએ !” રાજાએ તરત માણસ દ્વારા સોની પાસેથી હાથીનો ઘોડો બનાવી મંગાવ્યો. એ બાળક ખુશ! પણ બીજું બાળક બહારથી આવ્યું. એને હાથી ગમતો હતો, તેથી ઘોડો જોઈ નારાજ થયો. રાજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org