________________
નવપદ પ્રકાશ
હવે આને બરાબર સાચવી રાખું; કેમકે પૈસા છે તો બધું છે. આ પૈસા પર જ પત્ની વગેરે બરાબર અનુકૂળ વર્તવાના, ખૂબ સેવા આપવાના. બીજું ય બધું પૈસાના આધારે મનમાન્યું બનવાનું; માટે એને મારે બરાબર સાચવવાના. આજ કાલ માગણિયા ઘણા આવે છે, પણ એક પૈસો ન પરખાવું, ને લૂંટવા આવે તો લમણું તોડી નાખું. વાહ પૈસા ! વાહ ! '’– આ ઉગ્ર કેટિની વિચારણા પર ચીકણાં કર્મ બંધાય; અને એમાં ચિકણું મોહનીય-કર્મ ખાસ બંધાય. એથી જો મંદ કોટિની વિચારણા હોય તો કર્મ મંદ બંધાય.
પર
પૈસા પર રાગને પ્રતિકૂળ વિચારણા
પરંતુ જો વિવેકથી રાગને પ્રતિકૂળ વિચારે કે “અરે ! આ ગોઝારા પૈસા પર રાગ કરું છું ? જે પૈસા મગજમાં આવે ત્યારથી ધર્મની વિચારણા ભૂલાવે ! આત્મા-પરમાત્માને ભૂલાવે, જે પૈસે દાનને બદલે સંગ્રહ કરી રાખવાનું શીખવે, એવા જાલિમ પૈસા પર રાગ ? જેનાથી દેવ-ગુરુની ભકિતને બદલે મોહાંધ કુટુંબનાં જ વધુમાં વધુ પોષણ થાય, અને એ રીતે મારા આત્માને જે ઉલ્લુ બનાવે, એવા પૈસા પર રાગ ?’’
આ કેવી વિચારણા ? રાગને તોડનારી. ત્યાં પછી રાગનું બહુ ઊપજે નહિ. રાગ મુડદાલ નિષ્ફળ જેવો બની જાય. એમાંથી કર્મ નહિવત્ જ બંધાય. એ પણ કર્મ આગળ પ૨ પાકીને નહિવત્ જ રાગ કરાવે; ને એમ કરતાં એક દિવસ આત્માનો રાગ સર્વથા નષ્ટ થતાં વીતરાગતા આવે. ને સંસારનો અંત થાય. માટે કહેવાય કે રાગ-કર્મ અને રાગની અનાદિની પરંપરાનો ય અંત આવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org