________________
સિદ્ધ
૪૭ ભાવ પર્યાય, પરિણામ અનંત છે. કોઈને કોઈ ભાવને લઈને ગુસ્સો થઈ શકે છે, તેથી ગુસ્સાના વિષયભૂત ભાવ અનંતા. એ હિસાબે ભાવથી ગુસ્સા અનંતા. એ ન હોય, ક્ષમા હોય, તો એ પણ અનંત.
અથવા ભાવથી ગુસ્સો વસ્તુમાં અનિષ્ટ ભાવ જાવવાનો. દા.ત. ચંડકૌશિક પૂર્વે સાધુ, એને નાના સાધુને ઠંડી પ્રહાર કરવાનો ગુસ્સો આવ્યો તો ભાવથી ગુસ્સો ઠંડીપ્રહાર પર. આમ જગતભરના દ્રવ્યોના અનંત કાળે અનંતા અનિષ્ટ પરિણામને લઈને અનંત ગુસ્સા; ને એના અભાવે ક્ષમા પણ અનંત.
સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર
અહીં કાવ્યકારે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સાથે “સ્વ' શબ્દ લગાડ્યો છે, એ પરદ્રવ્ય પરક્ષેત્ર વગેરેથી એને જુદા પાડવા માટે લગાડયો છે. જૈન શાસનની આ આગવી વિશેષતા છે. વસ્તુ સ્વદ્રવ્યાદિથી સતુ, પરદ્રવ્યાદિથી અસત્
અનેકાંતવાદઃ વસ્તુ સત્ પણ ને અસતુ પણ; વસ્તુ સ્વદ્રવ્યાદિથી સતુ, પરદ્રવ્યાદિથી અસતુ.
બીજાં દર્શનો એકાંતવાદી છે, ત્યારે જૈન દર્શન અનેકાંતવાદી છે. દા.ત. બીજા કહે : સોનાની કંઠી “સત્ જ છે.” જૈન દર્શન કહે છે : “સતુ પણ છે ; અને અસતુ પણ છે.” શી રીતે ? તો કે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી “સ” છે. પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી “અસ” છે. દા.ત. કંઠીનું દ્રવ્ય સોનું, પણ પિતળ નહિ; એટલે કંઠી સોનારૂપે છે, કિન્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org