________________
૨૦
નવપદ પ્રકાશ અર્થાત જે કાંઈ સત્ છે, તેનો સદંતર નાશ થતો નથી. સદંતર નાશ એટલે કાંઈ રૂપ ન મળે, એવું બનતું નથી. લગડી રૂપે સોનું હતું. તેને ઘડયું ને કડું બનાવ્યું, તો લગડી રૂપ ગયું, પણ સોનું ન ગયું, સોનું નષ્ટ ન થયું. અને ! માનોને સોનાની વૈદ્ય ભસ્મ બનાવી તોય કાંઈક ને કાંઈક રૂપ થયું.
આત્માનો મોક્ષ થાય ત્યારે આત્માનો સર્વનાશ-સદંતર નાશ ન કહેવાય. આત્મા જયોતિરૂપ રહે છે; એટલે મોક્ષ થાય ત્યારે પણ અનંત જ્ઞાનની જયોતિ ઝબકે છે, અનંત-જ્ઞાન, અનંત દર્શનમય આત્મા ઊભો રહ્યો છે. - પ્ર0-પણ આત્મા જ્ઞાનવાળો તો કહેવાય, પણ જ્ઞાનમય-જ્ઞાનરૂપ કેમ કહેવાય?
ઉ0-આત્માનો જે ગુણ છે, તે માત્માથી એકાંતે ભિન્ન નથી, કિન્તુ ભિનાભિન્ન છે, એટલે કે કાંઈક જુદો છે, ને કાંઈક આત્મ સ્વરૂપ છે.
ગુણીમાં ગુણ છે તે એકાંતે જુદા-ભિન્ન નથી, એકાંતે અભિન્ન નથી, ભિનાભિન્ન છે.
દા. ત. સાકરમાં મિઠાશ છે. તો સાકર ને મિઠાશ જુદા પાડી શકાય ? ના, સાકર એ જ મિઠાશ, એટલે કે સાકરથી અભિન્ન મિઠાશ, પરંતુ “સાકરમાં મિઠાશ” એમ બોલાય ત્યાં એક રાખનાર ને બીજો રહેનાર છે. આ હિસાબે સાકરથી મિઠાશ ભિન્ન, તાત્પર્ય સાકરથી ભિન્નભિન્ન મિઠાશ.
એમ દીવાનો પ્રકાશ. દીવો ને પ્રકાશ શું એકાંતે ભિન્ન(જુદા)? ના, ભિન્નભિન્ન, ભિન્ન પણ અને અભિન્ન પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org