________________
૩૦
નવપદ પ્રકાશ
કહેવાય. એવી અપેક્ષા ન હોય તે નિરપેક્ષ છે, અનિશ્રિત જીવનવાળો કહેવાય. એ બાદશાહ છે, પ્રભુ છે.
ઈરાનનો રાજા હિંદુસ્તાન આવતો હતો. રસ્તા વચ્ચે એક યોગી બેઠેલા. સિપાઈ બોલ્યો ઃ બાવાજી ! વચમાંથી ખસો ઈરાનના બાદશાહ આવે છે.’
યોગી : ‘નહિ ખરું.'
સિપાઈ : પણ આ મોટા બાદશાહ આવી રહ્યા છે.’ યોગી : ‘તો હું બાદશાહનો બાદશાહ છું.'
હવે, જેાગી હતા એટલે તેમને ઘસેડાય તો નહિ. રાજાઓને પણ પૂર્વકાળમાં સાધુસંતો માટે માન હતું.
તો પેલા રાજપુરુષે જઈને બાદશાહને વાત કરી. બાદશાહ ત્યાં આવ્યો કહે ; ‘સાબ ! બાજુમેં બેસો.’ યોગી : ‘કેમ ?'
બાદશાહઃ મોટું લશ્કર આવે છે, હું ઈરાનનો બાદશાહ છું.'
યોગી : ‘તો હું બાદશાહનો બાદશાહ છું.'
બાદશાહ : 'તમારી પાસે લશ્કર-ખજાનો-જનાનો કાં છે ? પછી તમે બાદશાહ શાના?’
જોગી : ‘લશ્કર-ખજાનો અને જનાનો એ તો ભારે ભિખારીપણું અને ગુલામગીરીના લક્ષણ છે, બાદશાહીનાં લક્ષણ નહિ, એટલે જ જે ભયભીત હોય, મોટો ભિખારી હોય ને ગુલામ હોય એને બાદશાહ શાનો કહેવાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org