________________
૩૨
નવપદ પ્રકાશ બાદશાહ. એમ (૨) ભિખારીપણું નહિ, (૩) ગુલામી નહિ, તેથી સાચી બાદશાહી છે, પ્રભુતા છે.
તાત્પર્ય, સિદ્ધ ભગવાન સાચા પ્રભુ છે, નિશ્ચિત, નિર્ભય છે, એમને કોઈ ભૂખ નહિ, ભિખારીપણું નહિ, કોઈ ગુલામી નહિ; એ આત્મ-સંપતિ પ્રભુતામય છે.
આ પરથી બોધપાઠ મળે છે. મનને અભિમાન આવે “હું આટલો મોટો ! મને બધા સાહેબ સાહેબ કરે છે, સંધ નમે છે !” પણ આ અભિયાનમાં જે તું દુનિયાના સન્માનની અપેક્ષા રાખે છે, તે તો ગુલામી શરૂ થઈ ! આ સન્માનની લાલસા થઈ તે મૂર્ખતા. જે સન્માન પાછળ ચિંતા-ભય-ગુલામી છે, તે સન્માનમાં વડાઈ માનવી, તે ય ગુલામી છે. પછી સન્માનને સાચવવા કાંઈ ઓર કષ્ટ કરવા પડે ! પ્રભુતાવાળાને પ્રપંચ શાના કરવા પડે ?
સાચી પ્રભુતા આત્મ-સંપત્તિમાં છે.
સાચી પ્રભુતા જોઈતી હોય તો એક જ કરવું પડે, દુનિયાની વાત-વસ્તુની અપેક્ષા છોડવી પડે. ભલે દશ જણ આવીને આપણી ભકિત-સેવા કરી જાય પણ આપણને એની અપેક્ષા નહીં. જાત મહેનત ઝિંદાબાદ !
દુનિયાની અપેક્ષા મૂકી દો, તો સાચી પ્રભુતા આવે. સિદ્ધ ભગવાને બધી જ અપેક્ષા મૂકી દીધી છે, તેથી એમની પાસે પ્રભુતામય સંપત્તિ છે. તે ય કોઈ ગણતરીના કાળ માટે નથી. તે શાશ્વત્ છે. તેટલા જ માટે તે “વ્યવાઘ” છે. એ સંપત્તિ ને સુખને હવે કોઈનીય બાધા નડવાની નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org