________________
૧૮
છતાં વિષયના ભોગી નથી, માટે અભોગી છે.
કવિ પ્રભુની સ્તુતિ કરે છે.
યોગી-અયોગી; ભોગી-અભોગી, તુંહી જ કામી
અકામી.''
યોગી એટલે અનંતગુણના યોગવાળા છે તેથી તે યોગી મહાયોગી છે, પણ સાથે મન-વચન-કાયાના યોગ વિનાના છે માટે અયોગી છે.
સિદ્ધ ભગવંત ‘જયોતિરૂપ’ છે.
સિદ્ધ ભગવંત જયોતિરૂપ કેમ ?
નવપદ પ્રકાશ
સંસારી જીવને સિદ્ધ ભગવંતની એક કલ્પના આપવા ‘જયોતિરૂપ' કહ્યું. દિવ્ય રત્નની આસપાસ એની જયોતિનો ઝગારો કેવો હોય ? એવા સિદ્ધ ભગવાન છે.
પ્ર૦ - સિદ્ધ ભગવંતને શરીર-વર્ણ-વચન-મન નથી તો જયોતિ શી ?
ઉ૦ - તે આત્મા જ જયોતિરૂપ છે, આત્મા અરૂપી છે, એટલે એનામાં રત્ન જયોતિની જેમ રૂપી જયોતિ નહિ, કિન્તુ તેનામાં જ્ઞાનરૂપી જયોતિ છે; ને જ્ઞાન આત્મ-સ્વરૂપ છે તેથી વસ્તુ-સ્થિતિ તરીકે આત્મા જ જ્ઞાનસ્વરૂપ જયોતિમય છે.
બૌદ્ધો માને છે કે ‘‘દિવાની જયોત ગઈ, પછી કાંઈ રહ્યું નહીં.મોક્ષ થયો પછી કાંઈ નથી. આત્મા ક્ષણ-ક્ષણરૂપ; એમાં મોક્ષ છેલ્લી ક્ષણ ઊભી થઈ, પછી આગળ કશી ક્ષણ જ ચાલી નહિ. તેથી આત્મા રહ્યો જ નહિ.’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org