________________
સિદ્ધ
૧૭. સદાનંદ'- સત્ એવો આનંદ, સમ્યફ આનંદ, વીતરાગતાનો આનંદ અનુભવનારા.
“સત સૌખ્યાશ્રિતા' અનંતસુખને પામેલા. આનો જે નિત્ય આનંદ, અપરિમિત આનંદ, તેનો ભોગવટો કરનાર સિદ્ધ ભગવંત છે; માટે સિદ્ધ ભગવંત અભોગી છતાં ભોગી કહેવાય છે. આ એવા આનંદના ભોગી છે કે જેનો અનુભવ એ જ જાણે.
આજે કેટલાક આવો પ્રશ્ન કરે છે કે,
પ્ર-મોલમાં તો કાંઈ કરવાનું નહિ. ખાવાનું નહિ, પીવાનું નહિ, કશું જ કરવાનું નહિ, એમને વળી આનંદ શો?'
ઉ0- કહો કે તમે જે ખાવાને પીવાને સુખ કહો છો તે ખરેખર તો સુખ નથી પણ ભૂખના દુઃખનું કામચલાઉ નિવારણ છે; બાકી સુખેય નહિ ને ખરેખરા સુખનું કારણેય નહિ. પેંડા એક-બે-ત્રણ ખાય તો સુખ, પણ યજમાન આગ્રહ કરી કરી ને છ સાત ખવડાવી દે તો પછી ઉલટી જેવું થાય છે. એ શું થયું? પેડાથી જ દુઃખ. વિષયોના આનંદ પરાધીન, નાશવંત અને ભાવી દુર્ગતિનાં દુઃખોને નોતરનારા છે. એમાં આનંદ શો ? સાચો આનંદ તો મોક્ષમાં સિદ્ધોને.
પ્ર-મોક્ષમાં આનંદ હોવાનું અમને કેમ નથી સમજાતું?
ઉ૦-જનમના ખરજવાના દરદીને ખણવાના આનંદનો જ અનુભવ હોય. એ બીચારો ખરજવાના દરદ વિનાના નીરોગીને કેવો આનંદ હોય, એ ન સમજી શકે .
સિદ્ધ ભગવંતો અનંત સ્વાભાવિક આનંદના ભોગી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org