________________
૨૨
નવપદ પ્રકાશ આ ઉ૦-એક ઓરડામાં દીવો છે, બીજો દીવો આવ્યો. પહેલાના પ્રકાશમાં બીજાનો પ્રકાશ ભળી ગયો. લાખ દીવા
ત્યાં કર્યા, બધાના પ્રકાશ ભળી ગયા. એટલે કે નિરાબાધ બન્યા. આમ સિદ્ધ એક બીજામાં ભળી ગયાં. આ બતાવે છે કે પીડા-રહિત બનવું હોય તો અરૂપી બનો.
અપુનર્ભવા “અપુનર્ભવા” સિદ્ધ ભગવંતનો ફરી ભવ થવાનો નથી. અરૂપીમાં હંમેશા માટે પીડા નહિ. અરૂપીમાં પીડા ન થાય ઉપરાંત અપુનર્ભવ–સ્વરૂપ એટલે ફરીથી સંસારી જીવો માફક એમનો ભવ ન થાય, ક્યારેય ન થાય.
પ્ર- ભવ એટલે શું?
ઉ૦-“ચતુર્ગતિમય સંસારે ભવનમ્ ભવઃ ચાર ગતિમય સંસારમાં જન્મ પામવો એ ભવ.
સિદ્ધ કેવા? અપુનર્ભવ. સંસારમાં હવે કદી ભવ જેમને થવાનો નથી એવા સિદ્ધ ભગવાન છે, જેમ ફરીથી ભવ નથી; તેમ અપુનર્દુઃખ-ફરીથી દુઃખ આવવાનું નથી; અપુનર્મોહ-હવે મોહ જાગવાનો નથી; અપુનર્નોગ-હવે કોઈ રોગ થવાના નથી. આવા સિદ્ધ બની ગયા. જયાં ભવ છે, ત્યાં દુઃખ છે, મોહ છે, રોગ છે.
જેને આવા ભવનો કંટાળો હોય, તેને આ ભવમાંથી સિદ્ધ થવાનો અધિકાર છે, સિદ્ધ થવાની તેનામાં યોગ્યતા છે. તેમ સિદ્ધપદ પ્રાપ્ત કરવાનો આ ઉપાય છે, દુઃખ-મોહ-રોગ વગેરેને રવાના કરતા જવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org