________________
સિદ્ધ
-
-
-
-
-
-
-
-
-
૨૩ આ વિશેષણોથી ભાવિત કેમ થવાય?
ભવનો કંટાળો થાય, તેને ખાવું, પીવું, પૈસા વગેરેનું દુઃખ ન હોય, અર્થાત્ એ દુઃખ દુઃખ જ ન લાગે, તેવી સ્થિતિ થાય, ત્યારે સિદ્ધ ભગવંત થવાની દિશામાં પગલું મંડાય, પ્રયાણ ચાલુ થાય. અપુનર્ભવ, અપુનઃખ, અપુનર્મોહ, અપુનર્નોગ, આ બધા વિશેષણોની ભાવના કરીને આપણે આપણા આત્માને ભાવિત કરવાનો છે, જેથી નજર સામે તે જ ગમ્યા કરે. તેનો કાલ્પનિક અનુભવ, કાલ્પનિક સંવેદના થાય. એવું કે જાણે આપણે અશરીરી શુદ્ધ આત્મા છીએ ! કોઈ ગતિના જીવ નહિ, સિદ્ધશિલા પર શુદ્ધ-સિદ્ધ-બુદ્ધ છીએ. આપણો જીવ નિઃખી, નીરોગી, નિર્મોહ છે !” આવી આપણા આત્માને વારંવાર ભાવના આપવાની, એથી આત્મા ભાવિત થાય તો સાંસારિક વેઠમાં લહેવાઈ જાય નહિ.
સિદ્ધ ભગવંતને કોઈ આવરણ ન હોઈ, કોઈ સાપેક્ષા પરાધીન સુખ નથી, કિન્તુ તેમને નિરપેક્ષ સુખ છે.
આ સિદ્ધ ભગવંતની અવસ્થા છે, તે આપણા આત્મામાં કલ્પીને આત્માને એનો અનુભવ કરાવવો. તે અનુભવ પરથી સિદ્ધપદની માન્યતા, સાધના અને સારું જીવન-લક્ષ્ય હાથમાં આવે.
સિદ્ધ થવા માટે આ બધું દેખાવું જોઈએ, નજર સામે હુબહુ તરવરવું જોઈએ. આપણો આત્મા એવો ભાસવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org