________________
સિદ્ધ
અસીર્ય એટલે મલિન સ્વરૂપ, સીર્ય એટલે શુદ્ધ સ્વરૂપ.
કોઈ હિંસા-આરંભ-અનીતિ જૂઠ માટે પરાક્રમ બતાવે તે અસીર્ય છે.
૨૫
કિન્તુ ક્ષમા-સહિષ્ણુતા-દાન-શીલ વગેરેનું પરાક્રમ કરે તે સીર્ય છે.
શુદ્ધ સ્વરૂપ કેવું ?
મહાવીર પ્રભુને ઘણું કનડયો સંગમ. એણે છ મહિના છેડો ન છોડયો ! છતાં એક દિવસ ભગવાનને વિચાર ન આવ્યો કે આ કેટલાં કષ્ટ! હું તેને દબાવું.' તે છે શુદ્ધ સ્વરૂપ.
કોઈને દબાવવાનો વિચાર તે અસીર્યનો પ્રકાર છે. લોકો કહે છે ને કે થાય તેવા થઈ એ તો ગામ વચ્ચે રહીએ ?’ આ અસીર્યની વૃત્તિ છે.
ત્યારે સિદ્ધ ભગવાન સીર્યવાળા છે. તેમાં આવો અસીર્ય પ્રયોગ કોઈ ન આવે. એમાં તો સ્વરૂપ-રમણતા અને ત્રિકાલના જગતનાં દર્શન આવે, ને વીર્ય સ્કુરાયમાન રહે એ શુદ્ધ સ્વરૂપ. સંગમ દેવતાનું કાળચક્ર માથે ઝીકાવા વગેરે ઉપસર્ગોમાં મહાવીર ભગવાન કચડાયા, ફૂટાયા, છૂંદાયા, પણ છતાંય સામાને દબાવવાનો ભાવ ન આવ્યો. તાકાત તો ઘણી હતી. નાનપણમાં લોખંડ જેવી મુઠ્ઠી મારી રાક્ષસને જમીન-દોસ્ત કરી નાખ્યો હતો, તો સંગમ પણ શું વિસાતમાં હતો ? પણ નહિ. સીર્ય જ વાપરવું હતું, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org