________________
સિદ્ધ
તેલની ધારમાં તેલ ને ધાર જુદા ? ના, જુદા અને એક જ, બન્નેય.
તેમ આત્માનું જ્ઞાન તે આત્મભિન્ન અને આત્મરૂપ, બને. “ભિન્ન” એટલા માટે કે બન્નેના પર્યાય જુદા છે, દા.ત. જ્ઞાન-બોધ-સમજ વગેરે જ્ઞાનના પર્યાય છે. આત્મા-ચેતન-જીવ એ આત્માના પર્યાય શબ્દો છે. માટે આત્મા અને જ્ઞાન જુદા. વળી આત્મા જ્ઞાનનો આશ્રયી છે, જ્ઞાન આત્મામાં આશ્રિત છે. આમ બન્ને આશ્રય-આશ્રિત હોઈ એક બીજાથી જુદા માનવા જોઈએ.
ત્યારે બન્ને એકરૂપ શી રીતે ?
આ રીતે, કે જયાં આત્મા છે, ત્યાં જ જ્ઞાન છે. આત્માથી પૃથફ જ્ઞાન તરીકે કાંઈ જ દેખાતું નથી. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. સ્વભાવ કાંઈ જુદી વસ્તુ ન કહેવાય. માટે જ્ઞાન આત્મસ્વરૂપ જ છે, આત્માથી અભિન્ન છે.
અવ્યાબાધ - સિદ્ધ ભગવંત અવ્યાબાધ છે. તેમને કોઈ બાધા નડતી નથી. સંસારીને બાધા-પીડા નડે છે. સિદ્ધશિલા પરની જગ્યા પરિમિત છે, અનંતકાળથી સિદ્ધ બનેલા જીવોનું ઠલવાવાનું ત્યાં ચાલું છે, એટલે અનંતા ત્યાં પહોંચ્યા. પરંતુ પૂર્વના સિદ્ધ જીવોને આ નવા સિદ્ધોથી પીડા ખરી?
પીડા રૂપીને હોય છે, સિદ્ધ ભગવંતો અરૂપી છે, તેથી અરૂપીથી અરૂપીને પીડા હોતી નથી.
પ્રસિદ્ધશિલા પર અનંતા સિદ્ધો છે, બીજા ત્યાં આવ્યા કરે છે તો બધા સમાય કયાં?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org