________________
૧૯
સિદ્ધ
પરંતુ તે મિથ્યા માન્યતા છે. દીવાનું દ્રષ્ટાંત આપે છે, તે ખોટું છે; કેમકે દીવાની જયોતિ ભલે બળી જાય પછી જયોતિમાંથી કશું રહેલું ન દેખાય, પણ એમાંથી પ્રસરેલા કાળા તામસ પુદ્ગલો વાતાવરણમાં મોજુદ છે.
નાડતો વિદ્યતે માવો, નામાવો વિદ્યતે સતઃ ”
ન અસતોભાવઃ વિદ્યતે–કોઈ વસ્તુ અસતુ હોય તેની ઉત્પતિ થાય, તેનો સદ્ભાવ થાય તેવું જગતમાં બનતું નથી.
દા. ત. આકાશ-પુષ્ય, ગર્દભશૃંગ, (ગધેડાનું શિંગડું) સર્વથા અસતુ છે, તો કદી એનો સદભાવ થતો નથી. તે સૂચવે છે કે જેનો અત્યારે સદૂભાવ દેખાય છે, તે ચીજ પહેલાં કાંઈક રૂપે હતી. હતી તેમાંથી કાંઈક નવું થયું.
કોઈ જરૂપ ન હતું તે થયું તે બને જ નહિ. ગાય-ભેંસે દૂધ આપ્યું, કયાંથી દૂર આવ્યું?
ઘાસમાં દૂધ હતું તો તે દૂધ પ્રગટ થયું. કાંઈને કાંઈ હોય તો જ નવો ભાવ પ્રગટ થાય. - તાર્કિક તર્કશુદ્ધ દર્શનો આ માને છે; જયારે જયારે વસ્તુ બની તેની પૂર્વે કાંઈક અસ્તિત્વ હતું. તે બતાવે છે કે જગત અનાદિ છે. સર્વથા અસતમાંથી કાંઈ ન બને.
કયારેય પણ કાંઈક થયું તેની પૂર્વે કાંઈક હતું. આ સિદ્ધાંત પર જગત અનાદિ છે. આ “નાડતો વિદ્યતે ભાવ: ની વાત થઈ. હવે,
નાભાવો વિદ્યતે સતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org