________________
સિદ્ધ
૧૫
નિરાશ ન બને ને સાધનાની ધૂન રાખે, સાથે પુરુષાર્થને સતેજ રાખે, એક હિંમતથી ‘ભલે આજે તપનો ભાવ નથી આવતો પછી આવશે,' આજે ભાવ નથી તો મથવા દે; આજે નહિ તો કાલે જાગશે.' આમ સિદ્ધ ભગવાન પોતાની અનંત સિદ્ધિ દેખાડી સાધનાની ધૂન આપે છે, સાધના માટે જોમ અને પુરુષાર્થ આપે છે.
અનંતાનંત સિદ્ધો છે, અનાદિકાળથી એકેક પુદ્ગલપરાવર્ત કાળમાં અનંતા મોક્ષે જાય છે. અનંતા સિદ્ધ ભગવંતો જાણે કહી રહ્યા છે; “અમારી સામે જુઓ. અમો પૂર્વકાળે તમારાથી નપાવટ હતા, કાયર-કંગાળ હતા, પરંતુ એક જ વાત પકડી રાખી, ધર્મ-સાધના પકડી, સાધના જ કર્યે રાખી, ત્યાં સુસ્તી નહિ, ગોલમાલ નહિ.... એમ કરતાં આજે સિદ્ધ છીએ ને ? એમ આવરણ તમારા આત્મા પર પડેલાં છે, પણ સાધના કરવાથી તે તુટી જશે.’’
એવા સિદ્ધ સંસારમાં હતા, ત્યારે એમના જીવના વિચિત્ર પરિણામ હતા, દા.ત. કુંજરના શરીરમાંથી છૂટી કીડીના શરીરમાં પેઠા હતા. પણ પછી આત્મામાં મહાન પલટો થતાં આગળ વધી, અંતે હવે તે સિદ્ધ બન્યા ! તો છેલ્લા શરીરે ૧/૩ પ્રમાણમાં આત્મ-પ્રદેશો સંકોચાઈ ગયા, ને જે આત્મ-કદ રહ્યું તે છેલ્લો પલ્ટો. બસ,પછી શાશ્વત્ કાળ માટે એક જ અવસ્થા.
કાવ્ય : ત્રિભાગોન દેહાવગાહાત્મદેશા
રહ્યા જ્ઞાનમય, જાત વર્ણાદિ લેશ્યા’
‘ત્રિભાગોન’ એટલે કે છેલ્લા શરીરે આત્માની અવગાહના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org